બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાંખવા બદલ ગ્લોબલ હોસ્પિટલને રૂ.૧૦,૦૦૦/-નો દંડ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા.૦૭-૧૧-૨૦૩ના રોજ રાજનગર ચોક પર આવેલ ગ્લોબલ હોસ્પિટલ દ્વારા બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ રૂ ૧૦,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવેલ.

આ કામગીરી વોર્ડ નં ૮ના સેનિટેશન ઓફિસર મૌલેશ વ્યાસ, એસ.આઈ નીલેશ ડાભી તથા એસ.એસ.આઈ બરોટ ભારદ્વાજ, એસ.એસ.આઈ ભારત ટાંક, એસ.એસ.આઈ રવિ ભગોરા દ્વારા કરવામાં આવેલ.

    વધુમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા ડોકટરોને જાણ કરવામાં આવે છે કે તેમનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇપણઅન્ય જગ્યાએ ન ફેકતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકૃત કરેલ એજન્સી Distromed Bio-Clean Pvt. Ltd. મારફત નિકાલ કરવા અનુરોધ કરેલ છે.

Related posts

Leave a Comment