ન્યારી-૧, વાગુદળ રોડ ખાતે મીયાવાકી પધ્ધતિથી ૧.૨૫ લાખ વૃક્ષો વાવવાનું તબક્કાવાર આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ 

કોરોના સમયે વાગુદળ રોડ ખાતે બનાવવામાં આવેલ ટેમ્પરરી સ્મશાનમાં સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ૭૫૭૫ પીપળા વાવી “પીપળ વન” બનાવવામાં આવેલ જેની મુલાકાત પણ મ્યુનિ. કમિશનર એ લીધી હતી.

ભારત સરકાર ના સ્વચ્છ ભારત મિશન-૨.૦ને સાર્થક કરવા તથા રાજકોટ શહેરની સ્વચ્છતા વિષયક કામગીરી સફાઈની વ્યવસ્થા વધુ સુધ્ઢ બનાવવા માટે “સ્વચ્છતા હી સેવા” અભિયાનના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં તારીખ ૧૫/૧૦/૨૦૨૩ થી ૧૬/૧૨/૨૦૨૩ સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહયું છે. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલનાં માર્ગદર્શન અને સુચના હેઠળ તા.૦૭-૧૧-૨૦૨૩ના રોજ ન્યારી-૧, વાગુદળ રોડ ખાતે મીયાવાકી પધ્ધતિથી ૧.૨૫ લાખ વુક્ષો વાવવાનું તબક્કાવાર આયોજન કરાયું છે અને આજે ૪૦૦૦ વૃક્ષો વાવવાની કામગીરીનો મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવેલ છે. કોરોના સમયે વાગુદળ રોડ ખાતે બનાવવામાં આવેલ ટેમ્પરરી સ્મશાનમાં સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ૭૫૭૫ પીપળા વાવી “પીપળ વન” બનાવવામાં આવેલ જેની મુલાકાત પણ મ્યુનિ. કમિશનર એ લીધી હતી.

          ન્યારી-૧, વાગુદળ રોડ ખાતે મીયાવાકી પધ્ધતિથી થનાર વૃક્ષારોપણનાં આયોજન અનુસંધાને મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે આ સ્થળની મુલાકાત લીધી હતી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, વાગુદળ રોડ ખાતેની આ જમીનમાં મીયાવાકી પધ્ધતિથી ધનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવશે જેનાથી પર્યાવરણને ફાયદો થશે. આ જમીનમાં વૃક્ષારોપણની કામગીરી શરૂ થઇ ચૂકેલી છે. આગામી દિવસોમાં તબક્કાવાર આયોજન મુજબ ૧.૨૫ લાખ વૃક્ષો વાવવાની કામગીરી આગળ ધપાવવામાં આવશે.

મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા વાગુદળ રોડ ખાતે જ્યાં કોરોના સમયે ટેમ્પરરી સ્મશાન બનાવવામાં આવ્યું હતું તે સ્થળે ૭૫૭૫ પીપળાના વૃક્ષો વાવવામાં આવ્યા છે જે હાલ ૨.૫ થી ૩ વર્ષના થઇ ગયા છે.

          મ્યુનિ. કમિશનર આનંદ પટેલ સાથે નાયબ મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયા, ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન એલ. જે. ચૌહાણ, પી.એ.ટુ કમિશનર રામાનુજ અને સદભાવના વૃધ્ધાશ્રમના પ્રતિનિધિ રીટાર્યડ TFO વરસાણી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

 

Related posts

Leave a Comment