ગીર-સોમનાથ જિલ્લા અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટીની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ      ગીર-સોમનાથ જિલ્લા અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલ મિટિંગ યોજાઈ હતી. રોડ સેફ્ટી બાબતે જિલ્લામાં થતા અકસ્માતોની સંખ્યા ઓછી કરવા લેવાતા પગલાઓ તેમજ અકસ્માતો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા અધિક કલેકટર ના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી અંગેની બેઠકમાં આર.ટી.ઓ. ઓફિસર વાઘેલા દ્વારા એજન્ડા પ્રમાણે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં અકસ્માત નિવારવા રોડ પર સાઈન બોર્ડ, વાહન ચાલકના ડ્રાઇવિંગ લાઇસન્સની ચકાસણી તથા નેશનલ હાઈવે પર જ્યાં અકસ્માત ઝોન જણાય ત્યાં જોઈન્ટ વિઝીટ કરીને લોકોની સલામતી અને સુરક્ષા અંગેના પગલાં ભરવા ચર્ચા કરાઈ હતી…

Read More

ગીર સોમનાથ જિલ્લા અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        ગીર સોમનાથ જિલ્લા અધિક કલેકટર અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયાના અધ્યક્ષતામાં ઈણાજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં અધિક કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના લોકપ્રશ્નો અંગે જરૂરી ચર્ચા કરી અને સંબંધિત વિભાગના  અધિકારી ઓને ઝડપી અને સુનિયોજીત ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી હતી. સંકલન મિટિંગમાં લોક ફરિયાદ અને રાઈટ ટુ સી એમ અન્વયે મળેલી અરજીઓ, ક્વોરી ખનીજ લીઝ,સરકારી કચેરીઓની જમીન માપણી,અને ગેરકાયદેસર દબાણ દૂર કરવા જેવા સવાલો રજૂ કરવામાં આવ્યા હતાં. અધિક કલેક્ટર એ સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારી ઓને…

Read More

સોમનાથના કાર્તિક પૂર્ણિમા મેળા નિમિત્તે ટ્રાફિક સમસ્યા નિવારવા તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેરનામું

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ        સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર મુકામે આવેલ ગોલોકધામ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે કાર્તિકી પૂર્ણિમા મેળાનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવનાર છે. આ મેળામાં બહોળી સંખ્યામાં યાત્રાળુઓની અવર-જવરના કારણે લોકોની સલામતી માટે કોઈ અકસ્માતનો બનાવ ન બને તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.વી.લીંબાસીયા દ્વારા એક માર્ગીય રૂટ અને નો-પાર્કીંગ ઝોન અંગેનુ જાહેરનામુ બહાર પાડવા આવ્યુ છે. જેમા શ્રી સોમનાથ મંદિર મુકામે આવેલ ગોલોકધામ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત થનાર કાર્તિકી પૂર્ણિમાનાં મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ટ્રાફીક નિયમન માટે એક માર્ગીય રૂટ ગુડલક સર્કલથી હમીરજી સર્કલથી…

Read More

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે બારાડી-બેરાજાને જોડતા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર              રાજ્યના કૃષિ, પશુપાલન ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે બારાડી અને બેરાજા ગામોને જોડતા નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.4 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ બ્રિજથી જોડીયા તાલુકાના બારાડી ગામ અને જામનગર તાલુકાના બેરાજા ગામ વચ્ચે પરિવહન સરળ બન્યું છે. આ બ્રિજની લંબાઈ 12 મીટર જેટલી છે. અને તેમાં 20 ગાળા બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બ્રિજનું ખાતમુહર્ત કૃષિમંત્રી ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ…

Read More