હિન્દ ન્યુઝ, ભાવનગર “સ્વચ્છતા હી સેવા” અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન સફળ થઈ રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે જન જાગૃતિ ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લામાં વિવિધ જગ્યાએ જાહેર સ્વચ્છતા, કચરો એકઠો થતો હોય તે જગ્યાની સફાઈ- લોકો ઘરે જે ભીનો અને સુકો કચરો અલગ કરે તે બાબતે જન જાગૃતિ, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, શાળાઓ, જાહેર સ્થળો સહિતના સ્થળોની સાફ સફાઈની ઝુંબેશ ચાલી રહી…
Read MoreDay: November 20, 2023
”સ્વચ્છતા હી સેવા અભિયાન” – ભાવનગરના સોનગઢ ખાતે શાક માર્કેટમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી
હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર રાજ્યમાં અત્યારે ”સ્વચ્છતા હી સેવા અભિયાન” માં બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ રહ્યા છે. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના જાહેર માર્ગોની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો જોડાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આગામી તા.25 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય તથા શહેરી શાકભાજી માર્કેટ અને બાગ-બગીચાઓની સફાઈ હાથ ધરવામાં આવશે જે અંતર્ગત ભાવનગર જિલ્લાના શિહોરના સોનગઢ ખાતે શાકમાર્કેટની સફાઇ કરવામાં આવી હતી.
Read Moreભાવનગર જીલ્લા ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો તા. ૨૩/૧૧/૨૦૨૩ ના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકાર ની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર ધોરણ ૮ પાસથી ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે તારીખ ૨૩/૧૧/૨૦૨૩ ના રોજ સવારે-૧૦:૩૦ કલાક થી એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જે ઉમેદવારો આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://www.apprenticeshipindia.gov.in/candidate-registration પર કરવાનું રેહશે. અને ભરતી મેળા…
Read Moreભાવનગર જિલ્લામાં તા. ૨૪ ને ૨૫ નવેમ્બરના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ નું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજના ખેડૂતોને આગામી રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખાતાની વિવિધ સહાય યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગેને સમજ મળી રહે તે હેતુસર આગામી તા.૨૪/૧૧/૨૦૨૩ થી તા.૨૫/૧૧/૨૦૨૩ સુધી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ સમગ્ર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગારીયાધાર તાલુકાનો APMC માર્કેટીંગ યાર્ડ- ગારીયાધાર, ભાવનગર તાલુકાનો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શામપરા, સિદ્દસર, ઘોઘા તાલુકાનો શ્રી વાળુક્ડ હાઇસ્કુલ- ઘોઘા, ઉમરાળા તાલુકાનો APMC માર્કેટીંગ યાર્ડ, ઘોળા, જેસર તાલુકાનો તાલુકા પંચાયત કચેરી પાછળ પટાંગણ, મહુવા તાલુકાનો APMC માર્કેટીંગ યાર્ડ- મહુવા, પાલિતાણા તાલુકાનો APMC માર્કેટીંગ…
Read Moreજસદણના આટકોટ ગામે ડોક્ટર ભરતભાઈ બોઘરા દ્વારા k.d. parvadiya હોસ્પિટલ ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જસદણ જસદણના આટકોટ ગામે ડો. ભરતભાઇ બોઘરા દ્રારા બનાવવામાં આવેલ કે.ડી.પરવડિયા હોસ્પીટલ ખાતે સ્નેહમિલન નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન માં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ હાજરી આપી હતી. રાજકોટ જિલ્લા પ્રમુખ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયા, રાજકોટ જિલ્લા ના સંગઠનના હોદ્દેદારો જિલ્લા પ્રભારી, મંત્રીઓ, જસદણ તાલુકા, જસદણ શહેરના સંગઠનના ભીખાભાઈ રોકડ, પંકજભાઈ ચાંવ, રમાબેન મકવાણા, અનિલભાઇ મકાની, અશોકભાઈ મેતા સહિતના કાર્યકરો હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ડો. ભરતભાઈ દ્વારા તમામ લોકોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. K.d.parvadiya. હોસ્પિટલમાં છેલ્લા દોઢ…
Read Moreકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રૂ.7.25 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહર્ત કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના અને જોડીયા તાલુકાના વિવિધ ગામોને જોડતા રોડનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.2.25 કરોડના ખર્ચે જામનગર તાલુકાના નવા નાગના અને જુના નાગના ગામોની વચ્ચે 18 મીટર લાંબા મેજર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. તેમજ, રૂ. 5 કરોડના ખર્ચે જોડીયા તાલુકાના વાવ બેરાજા અને ચંદ્રગઢ ગામોને જોડતા 8 કી.મી. લાંબા પાકા સી.સી. રોડની સાથે રસ્તાનું મેટલ કામ, માટી કામ અને રોડ ફર્નિશિંગના વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં…
Read More