જસદણના આટકોટ ગામે ડોક્ટર ભરતભાઈ બોઘરા દ્વારા k.d. parvadiya હોસ્પિટલ ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું 

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણના આટકોટ ગામે ડો. ભરતભાઇ બોઘરા દ્રારા બનાવવામાં આવેલ કે.ડી.પરવડિયા હોસ્પીટલ ખાતે સ્નેહમિલન નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન માં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ હાજરી આપી હતી. રાજકોટ જિલ્લા પ્રમુખ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયા, રાજકોટ જિલ્લા ના સંગઠનના હોદ્દેદારો જિલ્લા પ્રભારી, મંત્રીઓ, જસદણ તાલુકા, જસદણ શહેરના સંગઠનના ભીખાભાઈ રોકડ, પંકજભાઈ ચાંવ, રમાબેન મકવાણા, અનિલભાઇ મકાની, અશોકભાઈ મેતા સહિતના કાર્યકરો હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ડો. ભરતભાઈ દ્વારા તમામ લોકોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. K.d.parvadiya. હોસ્પિટલમાં છેલ્લા દોઢ વર્ષમાં એક લાખથી વધારે દર્દીઓએ o.p.d. નો લાભ લીધેલ છે. જસદણ વિછીયા તાલુકા તેમજ ગોંડલ તાલુકાના અને તે સિવાયના અન્ય તાલુકાઓના લોકો પણ આ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે તેમજ ગરીબ દર્દીઓને જે ઇમર્જન્સીમાં બહાર જાવું પડતું હતું તે હવે જવું પડતું નથી અને આયુષ્યમાન કાર્ડ દ્વારા અહીં સારવાર થઈ જાય છે.

ડો. ભરત બોઘરા નાં જણાવ્યા મુજબ આગામી સાડા ત્રણ વર્ષમાં દોઢસો કરોડના ખર્ચે કેન્સરના દર્દીઓ માટે તેમજ મેડિકલ કોલેજ અને કોઈપણ પ્રકારના દર્દીને બહાર સારવાર લેવા માટે ન જવું પડે તેવું આયોજન કરવામાં આવશે. સરકાર દ્વારા મેડિકલ કોલેજની મંજૂરી પણ મળી ગયેલ છે. અંતમાં ભરતભાઈ બોઘરા એ જણાવેલું હતું કે આ હોસ્પિટલ મારી નથી, પણ જનતાની છે. જસદણ વિછીયા તાલુકા ની જનતા એ મને સહકાર આપ્યો ત્યારે હું અહીંયા પહોંચ્યો છું આમ કહી સ્નેહમિલન ના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો નો આભાર માન્યો હતો.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment