”અમારા સખી મંડળને વિવિધ સરકારી કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળી છે” : ઠાકરઘણી સખી મંડળના પ્રમુખ જયાબેન લોખીલ

”મેરી કહાની, મેરી જુબાની… હિન્દ ન્યુઝ, જામનગર       રાજ્ય સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ થકી અનેક લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. જામનગર તાલુકાના ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર તાલુકાના હાપા ગામના ઠાકરઘણી સખી મંડળના પ્રમુખશ્રી જયાબેન લોખીલ અને તેમના સખી મંડળ દ્વારા વિવિધ પ્રકારની મહિલા ઉત્કર્ષલક્ષી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.  ઠાકરઘણી સખી મંડળના પ્રમુખ અને લાભાર્થી જયાબેન લોખીલે જણાવ્યું હતું કે, ”હું જામનગર તાલુકાની હાપા ગામની રહેવાસી છું. અમે વર્ષ 2017થી આ જૂથ ચલાવીએ છીએ. જેમાં…

Read More

”મને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકું ઘર બનાવવાની સહાય મળી છે” : લાભાર્થી દિનેશભાઈ બાવળફાડ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લા સહિત સમગ્ર દેશમાં અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે. જામનગર તાલુકાના બાડા ગામના લાભાર્થી દિનેશભાઈ બાવળફાડને ”પ્રધાનમંત્રી આવાસ યોજના” નો લાભ મળ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ કેન્દ્ર સરકાર દ્વારા દેશના ઓછી અને મધ્યમ આવક ધરાવતા નાગરિકો માટે શરૂ કરવામાં આવેલી સબસીડી યોજના છે.  દિનેશભાઈએ જણાવ્યું હતું કે, ”હું અત્યારે બાડા ગામમાં રહું છું. મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. પહેલા અમારું નાનું ઘર હતું જેમાં અમને વસવાટ કરવાં…

Read More

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર         વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ માર્ગદર્શન તળે ગત તા.15મી નવેમ્બરના રોજ ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 30 લાખ જેટલા નાગરિકો સહભાગી બન્યા છે, અને વિવિધ યોજનાઓ વિષે જાણકારી મેળવી શક્યા છે. જે અંતર્ગત, સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમના અધ્યક્ષ અને સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં 15 દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં…

Read More

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જામનગર સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ સાંસદ દ્વારા પસંદ થયેલ જામનગર જિલ્લાના ગામોના વિકાસ કાર્યોની સમીક્ષા અંગે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાસંદ દ્વારા જામનગર જિલ્લાના ચાર ગામોને આદર્શ ગ્રામ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં જાંબુડા, આણંદપર, સિદસર, બાલંભાનો સમાવેશ થાય છે. આ બેઠકમાં સાસંદએ આદર્શ ગામડાઓમાં થયેલા વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી હતી. તેમજ ગામડાઓમાં સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો લે તે પ્રકારે કામગીરી કરવા લગત અધિકારી ઓને સૂચનો પૂરા પાડયા હતા.…

Read More

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક મળી

હિન્દ ન્યુઝ, જામનગર  કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામા જિલ્લાની તમામ કચેરીઓના વડાઓ સાથેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જામનગરની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ એ કેન્દ્ર સરકાર દ્વારા અમલમા મુકવામા આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી તેમજ જામનગર જિલ્લાના તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓની અમલવારી તેમજ વિભાગોના લક્ષ્યાંકોની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.  સાંસદ પૂનમબેન માડમે આ બેઠકમાં રેલ્વે વિભાગને લાગતા પ્રશ્નો, જામનગર મહાનગરપાલીકા હેઠળ ચાલતી વિવિધ યોજનાઓ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન…

Read More

માવઠાને કારણે ખેતી પાકો ઉપર થનાર સંભવિત અસરો અને તેના ઉપાયો અંગે છોટાઉદેપુર જીલ્લાના ખેડૂતવર્ગ માટે ખેતી વાડી કચેરી દ્વારા કેટલાક સૂચનો બહાર પાડવામાં આવ્યા

  હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર       છોટાઉદેપુર જિલ્લામાં ૨૬ નવેમ્બર ૨૦૨૩ ના રોજ મોટાભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ તથા કોઈ જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ નોંધાયેલ છે. જેની પાક ઉપર થનાર વિપરીત અસરોને ઓછી કરવા જિલ્લાના ખેડૂત વર્ગને કેટલાક સૂચનો ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા રૂપે બહાર પાડવામાં આવેલ છે. દરેક પાકમાં હાલ પિયત આપવાનું ટાળવું તેમજ ખેતરમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવો. કેળના છોડ વધારે પવન સાથે વરસાદના કારણે નમી ગયેલા હોય તો આવા ફળવાળા છોડને લાકડા અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો. કપાસમાં ખુલેલા જીંડવાનું રૂ ભીનું થવાના કારણે તેની ગુણવત્તા…

Read More

 ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલ રાજપૂતની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં અંત્રોલી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઉષ્માભેર આવકાર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર આદિવાસી ઉત્કર્ષ અને ગરીબ-મધ્યમ પરિવારના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને લાભ જનજન સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. ગામેગામ ભ્રમણ કરીને વંચિતો લાભાર્થીઓને આવરીને સો ટકા યોજનાકીય સેચ્યુરશન હાંસલ કરવાના નિર્ધાર સાથે છોટાઉદેપુરના અંત્રોલી ગામે રથ પહોંચતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલ રાજપૂતે પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી. જ્યાં ગ્રામજનોએ સંકલ્પ રથનું કુમકુમ તિલક કરીને ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ. આ પ્રસંગે ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે,…

Read More

ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તેમજ પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાં ચીખલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાકિય લાભો પહોંચાડી રહ્યો છે. આ જ ઉપક્રમે ઉના તાલુકાના ચીખલી ગામે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તેમજ ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે, ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે, વિકસિત દેશોની હરોળમાં ભારત અગ્રસ્થાને પોતાનું સ્થાન મેળવે તેવા હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન સ્પષ્ટ છે.…

Read More

WWF-India સંસ્થા દ્વારા વેરાવળના દરિયાકાંઠે “પ્લાસ્ટિક મુક્ત મહાસાગર” થીમ અંતર્ગત સાફ-સફાઈ અભિયાન યોજાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       WWF-India એ દેશની અગ્રણી પર્યાવરણ સંરક્ષણ સંસ્થા છે. જે દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ સંશોધનાત્મક સંરક્ષણ પ્રોજેક્ટ ઉપર કાર્યરત છે. જે હાલમાં ભારતના દરિયાઇ અને દરિયાકાંઠાના પાણીમાં દિવસેને દિવસે ઉદભવતી સૌથી મોટી સમસ્યા એવી ‘ઘોસ્ટ માછીમારી’ ના મુદ્દાને સંશોધનાત્મક પદ્ધતિથી ઉકેલવાની સાથે દરિયા અને દરિયાકાંઠાના પર્યાવરણ પર પ્લાસ્ટિકની અસરો અંગે જાગૃતિ ફેલાવવા માટે કામ કરી રહી છે. પ્લમ-ગુડનેસ સમર્થિત આ પ્રોજેક્ટ ગુજરાત, તમિલનાડુ, કેરળ અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સમુદાયની ભાગીદારી દ્વારા દરિયાઈ કચરો (Marine debris) અને ઘોસ્ટ ગિયર (ઓજારો) ને દૂર કરવાના ભાગરૂપે WWF-India દ્વારા…

Read More

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સાફ-સફાઇ કરાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     ગીર-સોમનાથ કલેકટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સાફ-સફાઇ કરવામાં આવી રહી છે. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૨ માં વચલાપાડા અને વોર્ડ નં.૫ના ગાયત્રીનગર વિસ્તારના રસ્તાઓની સાફ-સફાઈ કરવામાં આવી હતી. ‘સ્વચ્છતા એ જ સેવા’ કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૨માં વચલાપાડા અને વોર્ડ નં. ૫ માં ગાયત્રીનગર વિસ્તારમાં રસ્તાઓની આસપાસથી ઝબલા,પ્લાસ્ટિક, કાગળો સહિતની ગંદકીની સાફ-સફાઇ કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો

Read More