”મને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકું ઘર બનાવવાની સહાય મળી છે” : લાભાર્થી દિનેશભાઈ બાવળફાડ

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગર જિલ્લા સહિત સમગ્ર દેશમાં અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે. જામનગર તાલુકાના બાડા ગામના લાભાર્થી દિનેશભાઈ બાવળફાડને ”પ્રધાનમંત્રી આવાસ યોજના” નો લાભ મળ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ કેન્દ્ર સરકાર દ્વારા દેશના ઓછી અને મધ્યમ આવક ધરાવતા નાગરિકો માટે શરૂ કરવામાં આવેલી સબસીડી યોજના છે. 

દિનેશભાઈએ જણાવ્યું હતું કે, ”હું અત્યારે બાડા ગામમાં રહું છું. મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. પહેલા અમારું નાનું ઘર હતું જેમાં અમને વસવાટ કરવાં ઘણી તકલીફ પડતી હતી. હવે અમને લોકોને નવું અને પાકું ઘર બનાવવા માટે રૂ.1,20,000ની સહાય મળી છે. જેથી અમારી મુશ્કેલીનો અંત આવ્યો છે. આ તકે હું રાજ્ય સરકારનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કરું છું. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવી ગરીબોના કલ્યાણ માટે શરૂ કરેલી અનેક યોજનાઓ માટે ખરા દિલથી અભિનંદન પાઠવું છું.”

Related posts

Leave a Comment