”અમારા સખી મંડળને વિવિધ સરકારી કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળી છે” : ઠાકરઘણી સખી મંડળના પ્રમુખ જયાબેન લોખીલ

”મેરી કહાની, મેરી જુબાની…

હિન્દ ન્યુઝ, જામનગર 

     રાજ્ય સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ થકી અનેક લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. જામનગર તાલુકાના ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર તાલુકાના હાપા ગામના ઠાકરઘણી સખી મંડળના પ્રમુખશ્રી જયાબેન લોખીલ અને તેમના સખી મંડળ દ્વારા વિવિધ પ્રકારની મહિલા ઉત્કર્ષલક્ષી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. 

ઠાકરઘણી સખી મંડળના પ્રમુખ અને લાભાર્થી જયાબેન લોખીલે જણાવ્યું હતું કે, ”હું જામનગર તાલુકાની હાપા ગામની રહેવાસી છું. અમે વર્ષ 2017થી આ જૂથ ચલાવીએ છીએ. જેમાં અત્યારે 10 બહેનો જોડાયેલી છે. અમને રિવોલ્વિંગ ફંડમાંથી સહાય મળી છે, જેથી બહેનોને કૃષિ ક્ષેત્રમાં અને અન્ય પ્રવૃતિઓમાં ઘણી મદદ મળી છે. અમને અત્યાર સુધીમાં વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે, અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાની તક પ્રાપ્ત થઈ છે. આ સહાયથી અમારા જૂથની બહેનોને સ્વરોજગારી પ્રાપ્ત થઈ છે. અમારા જૂથને જે તક મળી છે, તે બદલ અમે રાજ્ય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.

Related posts

Leave a Comment