દિયોદર ભારત વિકાસ પરિષદ રાષ્ટ્રીય સ્તરે વિશ્વ બાલિકા દિવસ ની ઉજવણી કરાશે

હિન્દ ન્યૂઝ, દિયોદર

સમગ્ર ગુજરાત માં ભારત વિકાસ પરિષદ દ્વારા સેવાક્રિય પ્રવુતિ કરવામાં આવી રહી છે. જેમાં આજે દિયોદર ખાતે આગામી ભારત વિકાસ પરિષદ રાષ્ટ્રીય સ્તરે વિશ્વ બાલિકા દિવસ અંતગ્રત બાલિકા સપ્તાહ દિવસ ની ઉજવણી ને લઈ શાળા નંબર બે ખાતે આજે પરિષદ ના પ્રમુખ જામાભાઈ પટેલ દ્વારા ઉજવણી અંગે પ્રેસ પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી. જેમાં માહિતી આપતા જણાવેલ કે બાલિકા સપ્તાહ તારીખ 16 થી 21 જાન્યુઆરી દરમિયાન સોસીયલ મીડિયા માં આ ઉજવણી અંગે ના સમાચાર આપવાના તેમજ તારીખ 17 મી માં રોજ 10 થી 18 વર્ષ ની વય ની જરૂરિયાતમદ બાલિકા ઓનો હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવશે તેમજ જરૂર પડે તો દવા પણ આપવામાં આવશે. 18 મી ના રોજ બાલિકા ઓને ગોળ, શિંગ, ચણા અને લોખડ ની કડાઈ નું વિતરણ કરવામાં આવશે. તારીખ 19 મી ના રોજ 1 બેટી બચાવો બેટી પઢાવો 2 સંસ્કારી બેટી મહકતા આગન, 3 શિક્ષિત કન્યા એક વરદાન માંથી એક વિશેષ પર શાખા ની બાલિકા ઓ દ્વારા નાટક કે વક્તવ્ય રજૂ કરવામાં આવશે તેમજ 20 મી તારીખે જરૂરિયાતમદ બાળકી ઓને ગરમ કપડાં નું વિતરણ કરવામાં આવશે. તારીખ 21 મી ના રોજ બાળકી ઓના મનોરંજન ને લગતા તેમજ જ્ઞાનવર્ધક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવશે. તેને લઈ સમગ્ર આગામી કાર્યક્રમ ની માહિતી આપવામાં આવી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment