દિયોદર શ્રી ગજાનંદ ગૌ સેવા આશ્રમમાં શરૂ થયેલી શ્રી દેવી ભાગવત પુરાણ કથાની થઈ પૂર્ણાહુતિ

હિન્દ ન્યૂઝ, દિયોદર

ગૌ ભક્ત ધનેશ્વરભાઈ શાસ્ત્રીના વ્યાસસ્થાને શ્રી દેવી ભાગવત પુરાણ કથા શ્રવણનો ધર્મપ્રેમી લોકોએ લાભ લીધો


દિયોદર ખાતે ગજાનન ગૌસેવા આશ્રમમા શ્રી દેવી ભાગવત પુરાણ કથાનો પ્રારંભ ગત તારીખ ૦૭ જાન્યુઆરી ના રોજ થયો હતો. પ્રથમ દિવસે લુદ્રા ગામથી થી દિયોદર ગજાનન ગૌશાળા સુધી પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો અને ધર્મ પ્રેમી લોકો જોડાયા હતા.

દિયોદર ખાતે આવેલ ગજાનન ગૌશાળામાં તા.૭ મી જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી ના સમય માં દેવી ભાગવત પુરાણ કથા નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેની આજ પુર્ણાહુતી થઈ હતી. પૂજ્ય ગૌભક્ત શ્રી ધનેશ્વરભાઈ શાસ્ત્રીના મુખે શ્રી દેવી ભાગવત પુરાણ કથાનું રસપાન કરવામાં આવ્યું હતું. જેમાં માં સતત નવ દિવસ વૈદિક વિધી દ્રારા ૫૧ ગૌમાતાઓ નું વિશેષ પૂજન કરવામાં આવ્યુ હતું. સાથોસાથ સહસ્ત્ર ચંડી કથાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. બનાસકાંઠા જિલ્લા માં પ્રથમ વખત દિયોદર ગજાનન ગૌ શાળામાં ૫૧ ગૌ માતા ની વિશેષ પૂજા કરવામાં આવી હતી. દિયોદર ગૌશાળામાં ૨૫૦૦ થી વધુ પશુઓનો નિભાવ થાય છે. જયારે ગો શાળા માં પ્રથમ વખત આ મહોત્સવ ને લઈ ને ગૌ ભકતો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પૂજ્ય મુકુંદજી મહારાજે ઉપસ્થિત ગૌ ભક્તો ધર્મપ્રેમી જનતાને આશીર્વચન પાઠવ્યા હતા. સમગ્ર શ્રી દેવી ભાગવત પુરાણ કથામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ઉપસ્થિત રહીને કથા શ્રવણનો લાભ લીધો હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment