કચ્છ જિલ્લાના અબડાસા વિધાનસભા વિસ્તારમાં તા.૦૩/૧૧/૨૦૨૦ના રોજ મતદાન

હિન્દ ન્યૂઝ, કચ્છ

કચ્છ જિલ્લાના અબડાસા વિધાનસભા વિસ્તારમાં તા.૦૩/૧૧/૨૦૨૦ના મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૨૯/૦૯/૨૦૨૦ થી તા.૧૨/૧૧/૨૦૨૦ સુધી ચાલશે. વિધાનસભા પેટા ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે ભારતના ચુંટણી પંચ તરફથી જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત આ ચુંટણીમાં ઉમેદવારો તથા રાજકીય પક્ષો તરફથી બિનઅધિકૃત રીતે મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લઇ જવા-પરત લાવવા વાહનોનો ઉપયોગ કરવાની સંભાવના છે. જેથી વાહનોના આવા દુરૂપયોગના કારણે પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સંઘર્ષ, આક્ષેપો, પ્રતિ આક્ષેપો થવાની અને તેના કારણે ચુંટણીની નિષ્પક્ષતા જોખમાવાનો પુરો સંભવ છે. આથી મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લાવવા, પરત લઇ જવાની ગેરકાયદેસરની સગવડ આપી મતદારની ઉપર અનધિકૃત દબાણ, પ્રલોભન આપવા ઉપર તથા મતદાનના દિવસે ઉમેદવારો તથા તેમના એજન્ટ દ્વારા વાપવારમાં આવતા વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.

રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ

Related posts

Leave a Comment