ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપની ના રાજ માં અંબાજી ધામ બન્યું ગંદકી ધામ

હિન્દ ન્યુઝ, અંબાજી

યાત્રાધામ અંબાજી ની ગણના ગુજરાતમાં જ નહિ પણ વિશ્વના શક્તિપીઠ તરીકે થાય છે, ત્યારે આ ધામમાં લાખો માઇભક્તો માં અંબે ના દર્શન કરવા અંબાજી આવતા હોય છે. આ ધામ સાથે લાખો માઇ ભક્તોની આસ્થા પણ સંકળાયેલી છે, ત્યારે આ ધામને સ્વચ્છ રાખવા યાત્રાધામ દ્વારા વર્ષે કરોડો રૂપિયા સફાઈ કંપનીને આપવામાં આવે છે. તેમ છતાં અંબાજી ધામ એ ગંદકી ધામ બનીને રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ગંદગી ની સમસ્યા ઠેર ની ઠેર છે. વાત કરવામાં આવે અંબાજી મંદિર પાછળ આવેલ માનસરોવર કે જ્યાં ચોલકિયા પણ કરવામાં આવે છે અને અંબાજી મંદિરે આવતા યાત્રિકો પણ અચૂક માનસરોવરની મુલાકાત લેતા હોય છે, ત્યારે આ ગંદકી જોઈ યાત્રિકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. આ જગ્યાએ છેલ્લા કેટલાય સમયથી ગંદુ પાણી ભરાઇ રહે છે, પણ ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપનીના કર્મચારીઓ જાણે આંખ આડા કાન કરી અને પોતાની મનમાની કરતા હોય તેવું લાગી રહ્યું છે. યાત્રિકો સહિત સ્થાનિકો આ ગંદકીથી હેરાન-પરેશાન છે. તેમ છતાં ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપનીના કર્મચારીઓ કેમ આ ગંદગી ને જોઈ આંખ આડા કાન કરી રહ્યા છે તે વિચારવાની બાબત બની છે. શું આ ગંદા પાણીનો નિકાલ થશે કે કેમ ? આ પાણીનો નિકાલ નહીં કરવામાં આવે ? શું તંત્ર આ કંપની પર કોઈ એક્શન લેશે ? તેવી વાત હાલે પ્રજાના મોઢે ચકડોળે ચઢી છે. છેલ્લા કેટલાય સમયથી આ જગ્યાએ આ રીતનું ગંદુ પાણી ભરાઈ રહે છે. તેમ છતાં ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપનીના કર્મચારીઓ પોતાની મનમાની કરે છે. સુપરવાઇઝરો સફાઈના ફોટા પાડે છે પણ જ્યાં ખરેખર સફાઈ જ નથી તે જગ્યા નું શું ? તેના ફોટા કોણ પાડશે ? તે વિચારવાની બાબત છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ પણ પ્રકારનું સફાઈ કાર્ય થયું નથી. પરિસ્થિતિ જેવી હતી તેવી ને તેવી જ છે. લાખો કરોડોના ખર્ચ કરવા છતાં અંબાજી ધામ એ ગંદગી ધામ બનીને રહી ગયું છે. કંપનીના મેનેજર સુપરવાઇઝર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે મજૂરો કામ કરી ને જતાં હોય છે ત્યારે સુપરવાઇઝરો ફોટા પાડવા આવે છે. જ્યાં સફાઈ થઈ હોય છે તેના ફોટા પાડે છે, પણ જ્યાં ખરેખર સફાઈ નથી થતી તેના ફોટા કોણ પાડશે અને ઉપરના અધિકારીઓને કોણ બતાવશે ? શું આ કંપની પોતાની વાહવાઇ જાતે જ કરે છે ? જ્યારે પોતાના પોઈન્ટ કે જ્યાં ગંદગી હોય છે ત્યાંના ફોટા કેમ આ સુપરવાઇઝર નથી પાડતા ? જ્યારે વાત કરવામાં આવે મેનેજર ની તો મેનેજ રાઉન્ડ ધ ક્લોક વિઝિટમાં હોય છે, તેમ છતાં કેમ આ ગંભીર બાબત મેનેજરને નથી દેખાતી ? સ્થાનિક હેરાન પરેશાન થાય છે. જે જગ્યાએ હાલ ગંદુ પાણી ભરાઇ રહે છે તે એક અંબાજી નો મોટો રહેણાક વિસ્તાર છે અને અહીં આગળ રાધા કૃષ્ણ ભગવાન નું પ્રાચીન મંદિર પણ આવેલું છે. દિવસભરમાં અનેક ભક્તો અહીં આવી દર્શન કરવા જતા હોય છે, ત્યારે આવા ગંદા પાણીમાં ચાલીને ભક્તો દર્શન કરવા જવા મજબૂર બન્યા છે અને આ ગંદુ પાણી એ ભકતોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે વાત કરવામાં આવે સ્થાનિકોની તો સ્થાનિકો હાલ ચાલી રહેલી કોરોના મારીને લઈ ગંદા પાણી પર બેસતાં નાના જીવજંતુઓ ને લઇ મોટો રોગચાળો ફાટી નીકળે તેવો પણ ભય સ્થાનિકોમાં સતાવી રહ્યો છે.
શું આં ગંદકીનું નિકાલ કરવામાં આવશે ખરા ? આ ગંદકી છેલ્લા કેટલાય સમયથી છે. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી. જાણે ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપનીના સત્તાધીશો ના બહેરા કાને સ્થાનિકોનો અવાજ ન પહોંચતો હોય તેવું લાગી રહ્યું છે. આ પાણી છેલ્લા કેટલાય સમયથી અહીં ભરાઇ રહેવાના કારણે હાલમાં જ બનાવેલ નવીન રોડ પણ અડધાથી ઉપર તુટી જવા પામ્યો છે અને અનેક વાર અહીં આગળ વિકલ લઈને ચાલતા લોકો પણ આ તૂટેલા રના કારણે બાઈક સ્લીપ મારે છે અને નાનીમોટી ઈજાઓ પણ થાય છે શું આ ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપની કોઈ મોટી ઘટના ઘટે તેની રાહ જોઈ રહી છે કે પછી કેમ.

રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment