ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૧

હિન્દ ન્યુઝ, રાજપીપલા

નર્મદા જિલ્લામાં ૧૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની યોજાયેલી પેટા ચૂંટણીમાં આજે મતદાનના દિવસે આદિવાસી મોરચાના અધ્યક્ષ અને પૂર્વ સંસદીય સચિવશ્રી હર્ષદભાઇ વસાવાએ સુંદરપુરા ગામની પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકે સવારે આશરે ૧૦=૦૦ કલાકના સુમારે તેમના મતાધિકારનો ઉપયોગ કરી તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું. કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ થર્મલગન, માસ્ક, હેન્ડગ્લોઝ અને સેનીટાઇઝર સહિતની વ્યવસ્થા સાથે આજે નર્મદા જિલ્લામાં નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટે ૫૧૯ મતદાન મથકોએ મતદાન યોજાયું હતું. નર્મદા જિલ્લામાં ૧૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ માટે ૧૮૫ સરપંચપદની અને વોર્ડના સભ્યોની-૧૩૦૨ બેઠકો માટે ચૂંટણી સ્પર્ધા યોજાઇ છે.

લોકશાહીના મહા પર્વની ઉજવણીમાં સુંદરપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રથમ વખત મતદાન કરનાર સુશ્રી રોશનીબેન હર્ષદભાઇ વસાવાએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવાની સાથે સૌ કોઇને મતદાન કરવાનો સંદેશો પાઠવ્યો હતો. તેવી જ રીતે ભદામ ગામના રહિશ ૯૦ વર્ષિય રાવજીભાઇ સીતાભાઇ પટેલ બન્ને પગે દિવ્યાંગ હોવા છંતા ભદામ ગામની પ્રાથમિક શાળાના મતદાન મથકે લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં મતદાન કરીને મતદાનથી વિમૂખ રહેતા સશક્ત મતદારોને અચૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશ આપ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે. કે, નર્મદા જિલ્લામાં આજે બપોરે ૧:૦૦ વાગ્યા સુધીમાં નાંદોદ તાલુકામાં ૩૫.૫૭ ટકા, ગરૂડેશ્વર તાલુકામાં ૩૪.૦૯ ટકા, તિલકવાડા તાલુકામાં ૫૨.૫૮ ટકા, દેડીયાપાડા તાલુકામાં ૩૮.૨૨ ટકા અને સાગબારા તાલુકામાં ૩૩.૬૮ ટકા સહિત જિલ્લામાં કુલ- ૩૭.૨૨ ટકા મતદાન નોંધાયું હોવાનું જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી જણાવાયું છે.

Related posts

Leave a Comment