હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ દેવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ૩૨૯ ગ્રામ પંચાયત પૈકી ૨૮૫ ગ્રામ પંચાયતોમાં સમાન્ય ચૂંટણી અને ૩ ગ્રામ પંચાયતોમાં મધ્યસત્ર ચૂંટણીમાં ગ્રામલોકો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. ગીર સોમનાથ જિલ્લામાં આ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ૭૦૯ જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાના ૨૧૧ સંવેદનશીલ અને ૧૧૧ અતિસંવેદનશીલ મતદાન મથકો છે. આ તમામ મતદાન મથકો પર જિલ્લાના કુલ ૫૩૮૬૮૫ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૨૬૧૨૯૫ પુરૂષ અને ૨૭૭૩૮૯ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. ૨૮૮ ગ્રામ પંચાયતના સરપંચ પદની દાવેદારી માટે ૬૪૧ ઉમેદવાર મેદાનમાં સભ્ય બનાવા માટે ૪૩૪૮ ઉમેદવારોએ ઝંપલાવ્યું. ગીર સોમનાથ જિલ્લાની ૨૮૮ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદની દાવેદારી માટે ૬૪૧ ઉમેદવારો મેદાનમાં છે. ઉપરાંત આ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૪૩૪૮ જેટલા ઉમેદવારોએ ગ્રામ પંચાયતના સદસ્ય બનાવા માટે ઝંપલાવ્યું છે. ચૂંટણી ફરજ પર ૧૯૬ અધિકારી, ૪૧૭૯ પોલિંગ સ્ટાફની નિમણૂંક. ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી સુપેરે યોજવા માટે ૯૮ ચૂંટણી અધિકારી અને ૯૮ મદદનીશ ચૂંટણી અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત ૪૧૭૯ જેટલા પોલિંગ સ્ટાફની પણ નિમણૂંક કરવમાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં ૩૬ ગ્રામ પંચાયત સમરસ, ગીર સોમનાથ જિલ્લામાં ૩૬ જેટલી ગ્રામ પંચાયત સમરસ બની છે. આ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી નહિં યોજાઈ. આ ૩૬ જેટલી ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોને ગ્રામજનો સર્વસહમતિથી ચૂંટ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ગ્રામ પંચાયતોને રાજ્ય સરકારની યોજના મુજબ વસ્તી પ્રમાણે પ્રજાલક્ષી કાર્યો કરવા માટે પ્રોત્સાહક રકમ પણ મળતી હોય છે.