ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બહુસ્તરિય વ્યવસ્થા ગોઠવાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં ૨૮૮ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ૭૦૯ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જે તમામ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પુરતુ પોલીસબળ ગોઠવવામાં આવ્યું છે. આ માટે ૧ એસ.પી., ૪ ડીવાય.એસ.પી. અને ૧૨ પી.આઈ. દેખરેખ હેઠળ ૧૬૬૦ જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે. જિલ્લામાં સંવેદનશીલ – અતિસંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરીને વિશેષ બંદોબસ્તની વ્યવસ્થા કરવમાં આવી છે. જિલ્લાના તમામ મતદાન મથકો પર બંદોબસ્તમાં ૫૦૦ લોકરક્ષક, ૧૦૦૦ હોમગાર્ડસ, ૬૦ એસ.આર.પી.ના જવાનો અને ગ્રામ રક્ષક દળના યુવાનો બંદોબસ્તમાં સહયોગી બનશે. ઉપરાંત ૧૦૦ જેટલા જવાનો મતદાનના સમગ્ર દિવસ દરમિયાન મોબાઈલ પેટ્રોલિંગ કરશે. જેમાં પી.આઈ અને પી.એસ.આઈ કક્ષાના અધિકારીઓ પણ ફરજ બજાવશે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે ૩ આંતરરાજ્ય અને ૬ આંતરજિલ્લા ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. સાથે જ ૧૦,૦૦૦ જેટલા વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું છે. આમ, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બહુસ્તરિય વ્યવસ્થા ઉભી કરાઈ છે. ચૂંટણીના જાહેરનામા અંતર્ગત ૩૫૦ જેટલા પરવાના વાળા હથિયાર ધારકો પાસેથી હથિયારો જમા લેવામાં આવ્યા છે. સાથે જ દારૂ અને ગંભીર ગુન્હામાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. સાથે જ ૮૮૬ લીટર દેશી દારૂ, ૧.૫૦ લાખની કિંમતનો વિદેશી દારૂ, ૪૦,૦૦૦ની કિંમતનો દેશી દારૂ બનાવવાનો સામાન, તેમજ ૯ લાખથી વધુની કિંમતના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

Related posts

Leave a Comment