રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સમીક્ષા બેઠક

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

➡️સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી તેમજ બચાવ-રાહત પગલાં અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું.

➡️જિલ્લા કલેક્ટરઓ અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરઓ પાસેથી લોકોના સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યૂ, જીવન આવશ્યક પુરવઠાની ઉપ્લબ્ધિની વ્યવસ્થા, રાહત રસોડા વગેરે જેવી ત્વરિત કાર્યવાહીની તલસ્પર્શી વિગતો મેળવી.

➡️મુખ્યમંત્રીએ રાજ્ય સરકારને આ વરસાદી આફતમાં બચાવ કામગીરી સહિતના આપત્તિ વ્યવસ્થાપનમાં સહાયક બનેલ આર્મી, એરફોર્સ, NDRF અને SDRFની વિગતો પણ મેળવી.

➡️મુખ્યમંત્રીએ માર્ગ મરામત, આરોગ્ય અને સ્વચ્છતા જાળવણી, વીજ પુરવઠો જેવી કામગીરી થકી જનજીવન સત્વરે પૂર્વવત કરવા જરૂરી સૂચનાઓ આપી.

➡️જિલ્લા અને શહેરોના વહીવટીતંત્ર દ્વારા પ્રવર્તમાન પરિસ્થિતિમાં કરવામાં આવી રહેલી ત્વરિત કામગીરીની સરાહના કરવા સાથે સમગ્ર તંત્રને એલર્ટ મોડ પર રહીને ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે આ વરસાદી આફતમાંથી પાર ઉતરવા માર્ગદર્શન આપ્યું.

Related posts

Leave a Comment