જસદણમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

હિન્દ ન્યુઝ, જસદણ

     હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે જસદણમાં ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો અત્યાર સુધીમાં અંદાજે પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે જસદણની ભાદર નદી અત્યારે બે કાંઠે વહી રહી છે તેમજ જસદણની જીવાદોરી સમાન આલણસાગર ડેમમાં બપોર 1વાગ્યા સુધીમાં 17.50 ફુટ સુધીની પાણીની આવક થઈ છે. હજી પણ પાણીની આવક ચાલુ છે ત્યારે જસદણ તેમજ આજુબાજુના ગામોના પીવાના અને સિંચાઇના પાણીનો પ્રશ્ન હલ થઇ ગયો છે. સતત વર્સી રહેલ વરસાદના કારણે જસદણ શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણ સમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તો બીજી બાજુ સારા વરસાદથી લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment