મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી તથા વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો, મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ પાસેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તલસ્પર્શી વિગતો મેળવી હતી.

    મુખ્યમંત્રીએ ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર તેમજ પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવાની બાબતને અગ્રતા આપવા માટે તાકીદ કરતાં જિલ્લા કલેક્ટરઓ અને મ્યુનિસિપલ કમિશ્નરઓને મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. આ સંદર્ભે મુખ્યમંત્રીએ NDRF, SDRF, સ્થાનિક પોલીસની મદદથી લોકોના રેસ્ક્યુ તેમજ સ્થળાંતર અંગેની કામગીરીની વિગતો પણ મેળવી હતી. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ રાજ્યમાં થયેલા ભારે વરસાદને પરિણામે નદીઓ-જળાશયોમાં આવેલા પાણીની સ્થિતિની પણ વિગતો મેળવી હતી.  

મુખ્યમંત્રીએ હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે પણ વિગતો મેળવી સમગ્ર રાજ્યના જિલ્લા કલેકટરઓ અને વહીવટી તંત્રોને સંપૂર્ણ સજ્જતા સાથે ઝીરો કેઝ્યુઆલીટી અભિગમ અપનાવી સતર્ક રહેવા મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. 

Related posts

Leave a Comment