જલ જીવન મિશન અંતર્ગત તાલીમ અને પ્રેરણા પ્રવાસ

હિન્દ ન્યુઝ, જામનગર

પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદ અને વાસ્મો જામનગર સાથે મળી આયોજન કરેલ

જલ જીવન મિશન અંતર્ગત જામનગર જીલ્લાના કાલાવડ, લાલપુર, જોડિયા, જામજોધપુર અને જામનગર એમ પાંચ તાલુકાના 15 ગામના પાણી સમિતિના સભ્યો અને પંચાયતના સભ્યો ગ્રામ આગેવાનો મળી 60 લોકો સહભાગી બન્યા.
પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયના સહયોગથી ચાલતી સ્વયમસેવી સંસ્થા છે. ડૉ.વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપિત નેહરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ અંતર્ગત કાર્ય કરતી આ સંસ્થા સમગ્ર દેશ-વિદેશમાં 40 થી વધારે ઓફિસોના નેટવર્ક દ્વારા જળ, જમીન, જંગલ, જાનવર અને જનનું રક્ષણ થાય તે માટે શિક્ષણ તથા જાગૃતિનું કાર્ય કરે છે.
જલ જીવન મિશન અંતર્ગત તાલીમમાં “હર ઘર જલ” નો ખ્યાલ, સલામત પાણી અને સ્વચ્છતાનો ખ્યાલ પાણીની ગુણવત્તા, પાણીની ચકાસણી, વપરાયેલા પાણીનો યોગ્ય નિકાલ તેમજ ચંચાલન અને જાળવણી જેવા મુદ્દાઓ પર ફિલ્મ, PPT, ગેઈમ, ગીતો, સુત્રો અને વિવિધ પોસ્ટર દ્વારા રજૂઆત કરવામાં આવી. વધારે સારી રીતે સમજવા માંટે પ્રેરણા પ્રવાસનું આયોજન સ્માર્ટ વિલેજ તરીકે જાહેર થયેલ ટંકારાના લખધીરગઢ ગામની મુલાકાત લેવામા આવી જ્યાં સરપંચ અને તલાટી/મંત્રી મહિલા છે અને પાણી સમિતિ પણ માત્ર મહિલાઓની જ છે. જે ખુજ જ સરસ રીતે કાર્ય કરી રહી છે. ગામની 100 થી વધારે મહિલાઓનું વોટસએપ ગ્રુપ છે જે ગામના કોઈ પણ કામ માટે હમેશા તૈયાર હોય છે. પાણી, સ્વચ્છતા, આજીવિકા, શિક્ષણ, સામાજિક કામો વગેરે કરે છે. ગામને નિયમિત પાણી મળે છે. સફાઈ નિયમિત થાય છે, ગંદા પાણીના નિકાલ માટે શોકપીટ બનાવે છે. CCTV થી સજ્જ ગામમાં વાય ફાય કનેક્શન છે, સમાજવાડી, બગીચો, શાળા વગેરેનું મેન્ટેન્સ સરસ રીતે થાય છે. દરેક પરિવાર નિયમિત વેરો ભરે છે, સૌ લોકો સંપીને રહે છે, સારા –નરસા પ્રસંગો અને ઉત્સવો સૌ સાથે મળીને ઉજવે છે, તાલીમાર્થીઓ ને ખુબ જ શીખવાનું મળ્યું.

    રાજકોટ જીલ્લાના રાજકોટ તાલુકાના હડાળા (મોરબી) નર્મદા પાણીના પંપીંગ સ્ટેશનની મુલાકાત લીધી અને જાણ્યું કે આપણાં ઘરે નળમાં આવતું પાણી ઘણા દુરથી આવે છે જે ખુબ કીમતી છે. તેને સાચવવું આપની ફરજ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જામનગર વાસ્મો યુનિટ મેનેજર ભાવિકાબેન જાડેજા, ડીસ્ટ્રીક કોર્ડીનેટર દુષ્યંતભાઈ જાડેજા અને તેમની ટીમ, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદથી રીટા વોરા, ખ્યાતી ગંગવર, કલ્પેશભાઈ તેમજ લખધીરગઢના સરપચ ધર્મિષ્ઠાબેન, તલાટી મંત્રી નીકીતાબેન વાસ્મો રાજકોટ, મોરબી અને વાંકાનેર ટીમએ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે યોગદાન આપ્યું હતું.

Related posts

Leave a Comment