જામખંભાળીયા ખાતે જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત તાલીમ અને પ્રેરણા પ્રવાસ નું આયોજન

હિન્દ ન્યુઝ, જામખંભાળીયા 

પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદ અને વાસ્મો જામખંભાળિયા(-દ્વારકા ) સાથે મળી આયોજન કરેલ

      જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત જામખંભાળિયા (દ્વારકા ) જીલ્લાના ભાણવડ, ખંભાળિયા, ઓખા, કલ્યાણપુર એમ ચાર તાલુકાના 12 ગામના પાણી સમિતિના સભ્યો અને પંચાયતના સભ્યો ગ્રામ આગેવાનો મળી 60 લોકો સહભાગી બન્યા.

પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયના સહયોગથી ચાલતી સ્વયમસેવી સંસ્થા છે. ડૉ વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપિત નેહરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ અંતર્ગત કાર્ય કરતી આ સંસ્થા સમગ્ર દેશ-વિદેશમાં 40 થી વધારે ઓફિસોના નેટવર્ક દ્વારા જળ, જમીન, જંગલ, જાનવર અને જનનું રક્ષણ થાય તે માટે શિક્ષણ તથા જાગૃતિનું કાર્ય કરે છે. 

      જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત તાલીમમાં “હર ઘર જલ” નો ખ્યાલ, સલામત પાણી અને સ્વચ્છતાનો ખ્યાલ પાણીની ગુણવત્તા, પાણીની ચકાસણી, વપરાયેલા પાણીનો યોગ્ય નિકાલ તેમજ ચંચાલન અને જાળવણી જેવા મુદ્દાઓ પર ફિલ્મ, PPT, રમતો, ગીતો, સુત્રો અને વિવિધ પોસ્ટર દ્વારા રજૂઆત કરવામાં આવી. વધારે સારી રીતે સમજવા માંટે પ્રેરણા પ્રવાસનું આયોજન સ્માર્ટ વિલેજ તરીકે જાહેર થયેલ ટંકારાના લખધીરગઢ ગામની મુલાકાત લેવામા આવી જ્યાં સરપંચ અને તલાટી/મંત્રી મહિલા છે અને પાણી સમિતિ પણ માત્ર મહિલાઓની જ બનાવી છે. જે ખુજ જ સરસ રીતે કાર્ય કરી રહી છે. ગામના 100 થી વધારે મહિલાઓનું વોટસેપ ગ્રુપ છે જે ગામના કોઈ પણ કામ માટે હમેશા તૈયાર હોય છે. પાણી, સ્વચ્છતા, આજીવિકા, શિક્ષણ, સામાજિક કામો ગામના વિકાસના કામો વગેરે કરે છે. ગામ લોકોને નિયમિત પાણી મળે છે, સફાઈ નિયમિત થાય છે, ગંદા પાણીના નિકાલ માટે શોકપીટ બનાવેલ છે. CC TV થી સજ્જ ગામમાં વાય ફાય કનેક્શન છે, સમાજવાડી, બગીચાઓ, શાળા વગેરેનું મેન્ટેનન્સ સરસ રીતે થાય છે, દરેક પરિવાર નિયમિત વેરો ભરે છે, સૌ લોકો સંપીને રહે છે, સારા –નરસા પ્રસંગો અને ઉત્સવો સૌ સાથે મળીને ઉજવે છે, આ મુલાકાતથી તાલીમાર્થીઓ ને ખુબ જ શીખવાનું મળ્યું.

રાજકોટ તાલુકાના હડાળા (મોરબી) નર્મદા પાણીના પંપીંગ સ્ટેશનની મુલાકાત લીધી અને જાણ્યું કે આપડા ઘરે નળમાં આવતું પાણી ઘણા દુરથી આવે છે જે ખુબ કીમતી છે. તેને સાચવવું આપણી ફરજ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જામખંભાળિયા (દ્વારકા જીલ્લા ) વાસ્મોના યુનિટ મેનેજર શિહોરા, ડીસ્ટ્રીક કોર્ડીનેટર વિપુલભાઈ અને તેમની ટીમ, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદથી સુમન રાઠોડના માર્ગદર્શન હેઠળ રીટા રાઠોડ, ખ્યાતી ગંગવર, કલ્પેશભાઈ અને રાજકોટ સ્થિત તાલીમકાર વસ્યાંગભાઈ ડાંગર, જામનગરથી કેતન કોટેચા તેમજ લખધીરગઢના સરપંચ ધર્મિષ્ઠાબેન, તલાટી મંત્રી નીકીતાબેન, વાસ્મો રાજકોટ, વાસ્મો મોરબી અને વાસ્મો વાંકાનેર ટીમ સૌના સહયોગથી સુચારુ વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી. 

Related posts

Leave a Comment