જામનગર જિલ્લાના ખેડૂતો માટે કપાસ પાકના વાવેતર માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ચોમાસાની સીઝન તારીખ 19 જૂનથી શરુ થવાની શક્યતા રહેલી છે. તેથી કપાસ પાકના આગોતરા વાવેતર માટે જે ખેડૂતોને પિયતની સગવડ હોય તો તે ખેડૂતોએ વાવેતર કરવું જોઈએ. અન્યથા બીજા પાકના ઉત્પાદનમાં અસર પહોંચવાની શક્યતા રહેલી છે. તેથી જિલ્લાના ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત રીતે લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. બિયારણની ખરીદી સમયે ખેડૂતોએ વેપારી પાસેથી તેનું પૂરું નામ, લાયસન્સ નંબર, સરનામું, જે બિયારણ ખરીદેલું હોય તેનું નામ,…

Read More

જામનગર કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા ”આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે શપથ ગ્રહણ કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, જામનગર    દરવર્ષે તારીખ 21 મે ના રોજ ”આતંકવાદ વિરોધી દિવસ/ એન્ટી ટેરેરિઝમ ડે” નિમિત્તે રાજ્યની તમામ કચેરીઓમાં શપથ ગ્રહણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ તારીખ 21 મે ના રોજ જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા સહિત ઉપસ્થિત કર્મયોગીઓએ રાષ્ટ્રમાં સામાજિક સદ્ભાવ, શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે અને તેમાં યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન જામનગર શહેર પ્રાંત અધિકારી પરમાર તેમજ કલેકટર કચેરીની વિવિધ શાખાના અધિકારીગણ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. Advt.  

Read More

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ જવાનોએ ‘આતંકવાદ વિરોધી દિવસ’ નિમિતે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે લડવા અંગેના શપથ લીધા

હિન્દ ન્યુઝ, જામનગર     આજે એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે જામનગર જિલ્લાના હોમગાર્ડઝ જવાનોએ સરકારના આદેશ અને વડી કચેરીની સુચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના હસ્તે આતંકવાદ અને વિઘટનકારી શક્તિઓ સામે નિડરતાપૂર્વક લડવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.આ પ્રસંગે જિલ્લા કચેરીના વહીવટી સ્ટાફ અને સીનીયર પ્લાટુન કમાન્ડર વીજયસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાએ આ પ્રસંગે હોમગાર્ડઝ સભ્યોને સંબોધતા કહ્યું કે, “આતંકવાદ આજના વિશ્વમાં એક મોટો ખતરો છે અને તેનો સામનો કરવા માટે સૌએ મળીને પ્રયાસ કરવાની જરૂર છે. હોમગાર્ડઝ રાજ્યની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે…

Read More

જિલ્લા કલેક્ટરની ચોમાસા પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે વેરાવળ શહેરમાં પાણી ભરાતાં સ્થળોની રૂબરૂ મુલાકાત

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ      ચોમાસું દરવાજે દસ્તક દઈ રહ્યું છે ત્યારે વેરાવળ શહેરમાં પાણી ભરાતાં વિસ્તારોની સમસ્યા ન ઉદભવે તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા તંત્ર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે આગોતરી તૈયારી સાથે શહેરના નદી-નાળા, કાંસ અને વહેણની સફાઈના કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. આ કામગીરી અંતર્ગત આજે જિલ્લા કલેક્ટરએ દેવકા નદી, ગોદળશા તળાવ, મદિના પાર્ક, બાગ-એ-રહેમત સહિતના વિસ્તારોની જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર અને જિલ્લાના અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેક્ટરએ વેરાવળ શહેરમાંથી સમુદ્રને મળતી દેવકા નદીમાં ઉગી નીકળેલાં ઝાડી-ઝાંખરાને જેસીબીની મદદથી સાફ કરવાની કામગીરીની…

Read More