હિન્દ ન્યુઝ, દીવ દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશના ચૂંટાયેલ સાંસદ ઉમેશ પટેલે પ્રશાસકના સલાહકારને આવેદન પાઠવી જણાવ્યું છે કે, ટોરેન્ટ પાવર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે અને તેની યોગ્ય તપાસ થવી જોઈએ. દમણ અને દીવ વીજ વિભાગ હેઠળનો બાકીનો 49% હિસ્સો ટ્રાન્સફર કરવો જોઈએ નહીં. વધુમાં જણાવ્યું હતું કે, જ્યારથી અમારા વિસ્તારમાં ટોરેન્ટ પાવરે સત્તા સંભાળી છે ત્યારથી લોકો સુસ્તી સેવા અને પાવર સ્ટીયરીંગ, નવા વીજ જોડાણ માટે લોકોને હેરાનગતિ, આવા ચાર્જીસ અને વ્હીલ્સની સંખ્યાને કારણે બિનજરૂરી વધારાના ચાર્જીસ વગેરેનો સામનો કરી રહ્યા છે. વ્યક્તિએ…
Read MoreDay: June 22, 2024
ક્ષયના દર્દીઓ માટેની જિલ્લા કલેક્ટરની અનોખી સંવેદના
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે નિક્ષય મિત્રોને સન્માન કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા પાંચ નિક્ષય મિત્રોને દત્તક લેવાની જાહેરાત કરી હતી. ક્ષયથી પીડાતા આ દર્દીઓને પોષણક્ષમ આહાર મળે તે માટે અમૂક ચોક્કસ રકમ તથા દવા પુરી પાડવામાં આવે છે. જેથી કરીને ક્ષયથી પીડાતા દર્દીઓ ઝડપથી ક્ષય રોગમાંથી બહાર આવીને નિરામય જીવન પસાર કરી શકે. કલેક્ટરએ જિલ્લા કલેક્ટરનો ચાર્જ સંભાળ્યો ત્યારથી અગ્રીમતાના ધોરણે નિક્ષય મિત્રો બનાવવા માટે કાર્યરત છે. તેમના પ્રયત્નોથી જિલ્લામાં ૭૦ જેટલા ક્ષયના દર્દીઓને વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી દાતાઓ અને…
Read Moreજિલ્લાના ટી.બી. મુક્ત થયેલા ૩૧ ગામોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળના ‘ટીબી મુક્ત પંચાયત’ અંતર્ગત જિલ્લામાં ક્ષયમુક્ત બનેલા ૩૧ ગામના સરપંચ અને નિક્ષય મિત્રને સન્માન કરવાનો કાર્યક્રમ વેરાવળ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા કોડિનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે, પહેલાના જમાનામાં ટી.બી.ને ભયાનક રોગ ગણવામાં આવતો હતો. આ રોગ થયેલા દર્દીથી લોકો અંતર બનાવતા હતા. પરંતુ, આજના સમયમાં આ રોગની દવા શોધાતા, હવે આ રોગ એ સામાન્ય રોગ તરીકે જ ગણવામાં આવે છે. લોકોએ તેનાથી ડરવાની જરૂર નથી. તેનો મક્કમતાથી સામનો કરવાની જરૂર છે. આ અંગેનું…
Read Moreભાવનગર રોજગાર કચેરીદ્વારા સંરક્ષણ ભરતીલક્ષી નિવાસી તાલીમ માટે તા:૨૯ જૂન સુધી અરજી કરી શકશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં યુવાનો સંરક્ષણ ભરતીમાં સારો દેખાવ કરી શકે તે માટે અત્રેની કચેરી દ્વારા યુવાનોને તાલીમ આપવાં ૩૦ દિવસીય નિવાસી તાલીમવર્ગનું નિ:શુલ્ક આયોજન થનાર છે.તાલીમવર્ગમાં જોડાવાં ઈચ્છુક પુરૂષ ઉમેદવારો કે જેમની ઉમર ૧૭.૫ વર્ષ થી ૨૧ વર્ષ,લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ લઘુત્તમ ૪૫ % અને દરેક વિષયમાં લઘુત્તમ ૩૩ ગુણ તથા ઉંચાઈ:૧૬૮ સે.મી.,વજન: ૫૦ કિગ્રા અને છાતીનું માપ: ૭૭(+૫ ફૂલાવો) સે.મી.,હોય તે ઉમેદવારો અરજી કરી શકશે. વધુમાં જણાવવાનું કે આ તાલીમવર્ગમાં માહે:એપ્રિલ-૨૦૨૪ માં યોજાયેલ અગ્નિવીરની લેખિત કસોટી પાસ થયેલ ઉમેદવારોને શારીરિક કસોટીમાં સારો દેખાવ કરી શકે તે…
Read Moreવલભીપુરમા 10 મા વિશ્વ યોગ દિવસની ઉજવણી ગંભીરસિંહ હાઈસ્કૂલ મેદાન ખાતે કરાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના વલભીપુર તાલુકાના 10 મા વિશ્વ યોગ દિવસની ઉજવણી ગંભીરસિંહ હાઈસ્કૂલ મેદાન ખાતે ધારાસભ્ય મહંત શ્રી શંભુનાથજી ટુંડિયા ની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ “સ્વયં અને સમાજ માટે યોગ” થકી રાજ્ય સહિત રાષ્ટ્રના તમામ નાગરિકોનો યોગ સાથે જોડાય અને યોગનું મહત્વ સાંજે એ હેતુથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. Advt.
Read Moreભાવનગર સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં આજે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સરદાર પટેલ સિદસર રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબહેન આ ઉજવણીમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા. આ વર્ષે “સ્વયં અને સમાજ માટે યોગ” થીમ હેઠળ ઉજવણી કરવામાં આવી છે. આ તકે જિલ્લા કલેકટર આર. કે. મહેતા એ જણાવ્યું હતું કે યોગ ભારતીય સંસ્કૃતિનો અગત્યનો ભાગ બન્યો છે. યોગ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટેનું મહત્વનું પાસું છે. આજે ગુજરાત સહિત ભાવનગરમાં અનેક આઇકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી…
Read Moreભાવનગરના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર તથા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ૨૧ જૂન ના રોજ આરએસસી ભાવનગર ના સુંદર પ્રાંગણ મા વોર્ડ કક્ષા ના ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ૨૧ જૂન ના રોજ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ કક્ષા ના ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ માં યોગ નિષ્ણાંત ની દેખરેખ હેઠળ યોગના વિવિધ આસનો કરાવવામાં આવ્યા અને યોગ નો આપણાં જીવન પર પ્રભાવ અને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું. તથા વર્ષ ૨૦૨૪ ની થીમ ‘યોગા ફોર…
Read More“દીવ જિલ્લામાં” યોજાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”
હિન્દ ન્યુઝ, દીવ તા.૨૧ જૂન, વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની એક પહેલના ભાગરૂપે સમગ્ર વિશ્વ માં તા: ૨૧ ના રોજ “સ્વયમ અને સમાજ માટે” ની થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નેહરુ યુવા કેન્દ્ર દીવ દ્વારા પણ સમગ્ર દીવ જિલ્લા માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નેહરુ યુવા કેન્દ્ર દીવ દીવ દ્વારા સાઉદ વાળી બોય સ્કૂલ યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો એ હાજરી આપી તેમજ યુવક મંડળો પણ હાજર રહ્યા હતા.…
Read More