ગીરગઢડા ખાતે કામધેનું વાણિજ્ય સંકુલમાં દુકાનધારકો સાથે થયેલી છેતરપિંડી અંગે દુકાનદારો આગળ આવી રજૂઆત કરે તેવી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અપીલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં બીનઅધિકૃત દબાણો દૂર કરવાનું કાર્ય અભિયાનરૂપે કરવામાં આવી રહ્યું છે. કલેક્ટરના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર કડક હાથે અનધિકૃત દબાણ હટાવવા પૂરઝડપે કાર્ય કરી રહ્યું છે. જે અંતર્ગત તાજેતરમાં ગીરગઢડા ખાતે સરકારી જમીન પરની 300 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી હતી. જે પૈકી ગીરગઢડા તાલુકાના જામવાળા રોડ પર સર્વે નં.32 પર રાધાવલ્લભ ગૌશાળા ટ્રસ્ટ તથા સોનાપુર જિર્ણોદ્ધાર સમિતિ સંચાલિત કામધેનું વાણિજ્ય સંકુલ ઉભું કરવામાં આવેલું હતું. જેમાં 30 જેટલી દુકાનોનું બાંધકામ સરકારી જમીન પર દબાણ કરીને અનધિકૃત રીતે કરવામાં આવેલું…

Read More

ગીર સોમનાથ જિલ્લાને વર્ષ ૨૦૨૩-૨૪ માટે નવજાત શિશુની ઘરેલુ વિઝિટમાં રેફરલ રેટમાં શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  રાજ્ય કક્ષાએ “Stop Diarrhoea Campaign” ના લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરના માર્ગદર્શનમાં તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા આરસીએચ અધિકારી ડૉ. અરૂણ રોયના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાને વર્ષ ૨૦૨૩-૨૪ માટે નવજાત શિશુની ઘરેલુ વિઝિટમાં રેફરલ રેટમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્ય સરકાર તરફથી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રામમંદિર સભાગૃહ સોમનાથ ખાતે પોતાની જાતે કાળજી લેતી નવમાતાઓ અને પાંચ વર્ષથી નીચેના બાળકો માટે જિલ્લા આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા ઝાડા નિયંત્રણ…

Read More

સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળનું ગૌરવ વધારતા NCC કેડેટ્સ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     એનસીસી 7-ગુજરાત નેવલ યુનિટ વેરાવળ દ્વારા તારીખ ૧૩/૦૫/૨૦૨૪ થી ૨૨/૦૫/૨૦૨૪ દરમિયાન કોડિનારની રાજદિપ વિદ્યાલયમાં CATC-502 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિભિન્ન કોલેજોના 128 કેડેટ્સ તથા વિવિધ સ્કૂલોના 332 કેડેટ્સે ભાગ લીધો હતો. 7-એનસીસી વેરાવળના લેફ્ટનન્ટ કમાન્ડર, અર્પણ શાકયના માર્ગદર્શન હેઠળ આ દસ દિવસ દરમિયાન એનસીસી કેડેટ્સને વિવિધ શારીરિક તાલીમ તથા વિષયલક્ષી માર્ગદર્શન અપાયું હતું. કેમ્પમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં ટેન્ટ મેકિંગ બહેનોની સ્પર્ધામાં કોલેજના જહાનવી નકુમ અને વાળા કૃપાલીના ગુપે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ટેન્ટ મેકિંગ ભાઈઓની સ્પર્ધામાં ખસિયા સાગરેના ગ્રુપે…

Read More

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ફળશ્રુતિ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      રાજ્યભરની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય અને સરકારી શાળાઓમાં બાળકોનું સ્થાયીકરણ થાય તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એવા શુભ આશયથી સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ત્રિ દિવસીય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારે તાલાલા તાલુકાના હડમતિયા અને બામણાસા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડે તાલાલા તાલુકાના ચિત્રાવડ, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ડારી પ્રાથમિક શાળા અને કન્યાશાળા વેરાવળ, મત્સ્યોદ્યોગ નિયામક નરેન્દ્રકુમાર મીણાએ ભીડિયા, ગૃહ વિભાગ ઉપસચિવ શ્રદ્ધાબહેન પરમારે તાલાલા તાલુકાના પીપળવા, ઉમરેઠી ખાતે બાળકોને ઉત્સાહભર્યા માહોલમાં…

Read More

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા દર મહિને રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયાં હતાં. તેમની સાથે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ અને પ્રાંત અધિકારી વિનોદ જોશી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઓનલાઈન કાર્યક્રમમાં નાગરિકોએ પોતાની રજૂઆત કરી હતી. જેને સાંભળી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબંધિત વિભાગના અધિકારીઓને આ બાબતે તાત્કાલિક પગલા લેવાના દિશાનિર્દેશો આપ્યાં હતાં. લોકોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે અને લોકોની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ આવે તે…

Read More

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલ, ઈણાજ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી વિવિધ વિભાગોને લગત વણઉકલાયેલ પ્રશ્નો સાથે અરજદારઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લાના અરજદારોએ મહેસૂલ શાખા, જમીન શાખા, આવાસ યોજના, માર્ગ મકાન વિભાગ, જમીન માપણી, ગામતળ દબાણના પ્રશ્નો, બાબતે રજૂઆત કરી હતી. આ રજૂઆત પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવી જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને જે-તે પ્રશ્નો સત્વરે ઉકેલાય તે માટેના જરૂરી માર્ગદર્શન સાથે સૂચના આપી હતી. કલેક્ટર એ રજૂ થયેલા પ્રશ્નો પરત્વે નિયમ મુજબની આગળની…

Read More

ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) એટલે શું ? તેની રચનાની પ્રક્રિયા અને ખેડૂતોને થતા ફાયદા વિશે જાણો

હિન્દ ન્યુઝ, આણંદ     આપણે ત્યાં કહેવાય છે ‘સંઘે શક્તિ કલૌ યુગે’. અર્થાત્, આ યુગમાં સંગઠન જ સૌથી મોટી શક્તિ છે. સંગઠનની રચનાથી માત્ર સભ્યોને જ નહિ, પરંતુ સંગઠન સાથે જોડાતા તમામ હિતધારકોને પણ ફાયદો થાય છે.                 દેશમાં સહકારથી સંગઠનની વર્ષો જૂની પરંપરા જોવા મળે છે. જે ભારતમાં આધ્યાત્મિક, સામાજિક, ઔધોગિક, કૃષિ, નાણાં જેવી ક્રાંતિ માટે મુખ્ય વાહક બની છે. દેશના કૃષિ ક્ષેત્ર માટે પણ અનેકતા વચ્ચે એકતાનું સર્જન કરતી સંગઠન શક્તિ જ ખેડૂત કલ્યાણનું મોટું સાધન છે, અને તે માટે…

Read More

સણોસરી, સણોસરા તથા જામજોધપુરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લાના સણોસરી, સણોસરા તથા જામજોધપુરની વિવિધ પ્રાથમિક શાળાઓ ખાતે આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ અંતર્ગત પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આંગણવાડી-બાલવાટિકા તેમજ ધો.૧ ના બાળકોને કુમકુમ તિલક તથા શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ વેળાએ મંત્રીના હસ્તે સણોસરી તથા સણોસરા ખાતે નવનિર્મિત કોમ્પયુટર લેબનું લોકાર્પણ કરાયું હતું તેમજ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે બાળકોને સ્કુલબેગ, નોટબુક, વોટરબેગ, યુનિફોર્મ સહિતની શૈક્ષણિક કીટની ભેટ આપવામાં આવી હતી. મંત્રી…

Read More