હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
એનસીસી 7-ગુજરાત નેવલ યુનિટ વેરાવળ દ્વારા તારીખ ૧૩/૦૫/૨૦૨૪ થી ૨૨/૦૫/૨૦૨૪ દરમિયાન કોડિનારની રાજદિપ વિદ્યાલયમાં CATC-502 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિભિન્ન કોલેજોના 128 કેડેટ્સ તથા વિવિધ સ્કૂલોના 332 કેડેટ્સે ભાગ લીધો હતો.
7-એનસીસી વેરાવળના લેફ્ટનન્ટ કમાન્ડર, અર્પણ શાકયના માર્ગદર્શન હેઠળ આ દસ દિવસ દરમિયાન એનસીસી કેડેટ્સને વિવિધ શારીરિક તાલીમ તથા વિષયલક્ષી માર્ગદર્શન અપાયું હતું. કેમ્પમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં ટેન્ટ મેકિંગ બહેનોની સ્પર્ધામાં કોલેજના જહાનવી નકુમ અને વાળા કૃપાલીના ગુપે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
ટેન્ટ મેકિંગ ભાઈઓની સ્પર્ધામાં ખસિયા સાગરેના ગ્રુપે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નિબંધ લેખન સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થી વિકિપ્રસાદે પ્રથમ સ્થાન મેળવ્યું હતું તથા ચિત્રકામ સ્પર્ધામાં ભજગોતર ભીજે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
કેમ્પના અંતિમ દિવસે સરકારી વિજ્ઞાન કોલેજને SD કેટેગરીમા કેમ્પની શ્રેષ્ઠ સંસ્થા તરીકે એનાયત કરી સમ્માનિત કરવામાં આવી હતી તથા વિશાલ મકવાણા, દ્વિતીય વર્ષના વિદ્યાર્થીને સમગ્ર કેમ્પ દરમિયાન સારા પ્રદર્શન માટે SD કેટેગરીમાં શ્રેષ્ઠ કેડેટના એવાર્ડથી સન્માનિત થયાં હતાં. કોલેજના વિદ્યાર્થીઓએ હાંસલ કરેલ સિધ્ધી બદલ કોલેજના પ્રિન્સિપાલ ડો. સ્મિતા બી. છગ દ્વારા કોલેજના કેડેટ્સ તથા CTO મિલન પરમારને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.
Advt.