જેતપુર સાડી ઉદ્યોગ ના ગુજરાતી કારીગરો નો હલ્લાબોલ

“જેતપુર સર્કિટ હાઉસ થી એસોસિયેશન ની ઓફિસ સુધી રેલી યોજી”

હિન્દ ન્યુઝ, જેતપુર

કારખાને દારો સ્થાનિક ગુજરાતી કારીગરો ને બદલે પર પ્રતિય મજૂરો ને કામ આપતાં હોવાથી સ્થાનિક ગુજરાતી કારીગરો એ બોલાવીયો હોબાળો.

                                      જેતપુર ઔદ્યોગિક શહેર જેતપુરમાં કારખાનેદારો સ્થાનિક કારીગરોને કામ ન આપી પરપ્રાંતિયોને કામ આપવા સામે રોષભેર રેલી કાઢી કામ આપોના સુત્રોચાર કરી ડાઇંગ એસોસિએશનની કચેરીએ કામ આપવાની ઉગ્ર રજુઆત કરી આઠ દિવસમાં રોજગારીનો પ્રશ્ન હલ નહિ થાય તો મામલતદાર કચેરીએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.

                                        ઔદ્યોગિક શહેર જેતપુરમાં પંદરસોથી બે હજાર જેટલા કારખાનાઓ આવેલ છે. જેનાથી સીધી કે આડકતરી રીતે સાહીંઠ હજાર જેટલા કારીગરોને રોજીરોટી મળી રહે છે. સાહીંઠ હજાર કારીગરોમાં મોટાભાગના પરપ્રાંતીય કારીગરો જ કારખાનાઓમાં કામ કરી રહ્યા છે. મોટાભાગના પરપ્રાંતીય કારીગરો કારખાનાઓની અંદર જ રહેતા હોય તેઓ કારખાનામાં સ્થાનિક કારીગરોથી બમણો સમય કામ કરતા હોય છે. જેને કારણે કારખાનેદારો સ્થાનિક કરતા પરપ્રાંતીય કારીગરોને જ કામ પર રાખતા થઈ ગયા છે. જેથી સ્થાનિક કારીગરોમાં દિવસે દિવસે બેરોજગારી વધતી જ જાય છે. અને હવે તો કામ મળતું જ બંધ થઈ જતા સ્થાનિક કારીગરો સવારે પોતાની સાથે ટીફિન લઈને આવતા હોય તે ટીફિન બપોરે બગીચામાં બેસીને જમવું પડી રહ્યું છે. અને ટીફીન જમ્યા બાદ નિરાશા અને પૈસા વગર ઘરે જવું પડતું હોવાથી કારીગરોમાં દુઃખ સાથે રોષ પણ ફેલાયો છે.

                                           આ રોષની લાગણી સાથે આજે સવારે સ્થાનિક કારીગરોએ શહેરના બસ સ્ટેન્ડ પાસેથી એક રેલી કાઢી કામ આપો કામનો સુત્રોચાર કરી ડાઇંગ એસોસિએશનની કચેરીએ પહોંચ્યા હતાં. જ્યાં કારીગરોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવેલ કે, અમો બે થી ત્રણ પેઢીથી કારખાનામાં મજૂરી કામ કરીએ છીએ, પરંતુ અમે સાયકલથી મોટર સાયકલવાળા નથી બન્યા. જેની સામે કારખાનેદારો અમારી મહેનત મજૂરીને કારણે મોટર સાયકલમાંથી મોટર ગાડીવાળા બની ગયા છે. આમ છતાં કારખાનેદારોએ જ્યારથી પરપ્રાંતીય મજૂરો ઓછા વેતને પોતાનો પ્રદેશ છોડું અહીં કામ કરવા આવ્યા છે ત્યારથી સ્થાનિકોને ધીમે ધીમે કામ આપવાનું ઓછું કરી નાખ્યું અને હવે તો સાવ બંધ જ કરી દીધું હોય તેવા હાલ કરી નાખ્યાં છે.

                                           જો કારખાનેદારોએ બિહારી કારીગરોને જ રોજગારી આપવી હોય તો અહીં વિજય રૂપાણીના બેનર લગાવ્યા છે તેની જગ્યાએ લાલુપ્રસાદ યાદવના બેનર્સ લગાવવા જોઈએ. અને ગુજરાતનું નામકરણ બિહાર કરી નાખવું જોઈએ. નેતાઓ પણ અમારા પ્રશ્ન વિશે ચૂપ છે મતદાન સમયે જ અમો યાદ આવીએ અમારા પ્રશ્ન વિશે સ્થાનિક નેતાઓ પણ કંઈ બોલતા ન હોવાનો આક્ષેપ કર્યા હતાં.

                                            કારીગરો ડાઇંગ એસોસિએશનને રજુઆત માટે આવ્યા હોવાથી એસોસિએશનના પ્રમુખ  એસોસિએશનની કચેરીએ આવતા કલ્પેશ સોનેજી નામના કારીગરે સ્થાનિકોના રોજગારી પ્રશ્ને ઉગ્ર રજુઆત કરી જો આઠ દિવસમાં રોજગારીના પ્રશ્નનું નિરાકરણ નહિ થાય તો કારીગરો મામલતદાર કચેરીએ આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી હતી.

રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment