સુરત જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ જાન્યુ-ફેબ્રુઆરીની રૂ.૧૬.૪૪ કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે

હિન્દ ન્યૂઝ, સુરત

સુરત જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા બહેનો માટે ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત મહિલાઓ આર્થિક રીતે પગભર બની શકે તે માટે દર મહિને રૂ.૧૨૫૦ ની સહાય ચૂકવવામાં આવે છે. સુરત શહેર-જિલ્લામાં ૬૨,૨૬૫ જેટલી બહેનોને સહાયનો લાભ આપીને તેમને આર્થિક સધિયારો આપવામાં આવી રહ્યો છે. આ સહાય તેમને ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર (DBT) થી તેમના ખાતામાં જમા કરવામાં આવે છે. જાન્યુ.અને ફેબ્રુ.-૨૦૨૨ બે મહિનાની રૂા.૧૬.૪૪ કરોડની પેન્શન સહાય તેમના ખાતામાં જમા કરવામાં આવી છે. આમ, રાજય સરકાર દ્વારા ગરીબવર્ગની બહેનોને આજીવન પેન્શનરૂપી સહાય કરીને તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવે તેવા સ્તુત્ય પ્રયાસો કરી રહી છે.

Related posts

Leave a Comment