મહુવા તાલુકામાં મનરેગા યોજના હેઠળ ૩ આંગણવાડીનું બાંધકામ પૂર્ણ

હિન્દ ન્યુઝ, મહુવા

આઇ.સી.ડી.એસ. શાખાની તાબા હેઠળની આંગણવાડીઓમાં “મનરેગા યોજના” હેઠળ મહુવા તાલુકામાં કુલ ૩ (ત્રણ) આંગણવાડીનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યો છે. “આધાર યોજના” હેઠળ ૧૦૦ દિવસની કામગીરી અંતર્ગત સુરત ગ્રામ્ય વિસ્તારના તમામ ઘટક કચેરી તથા આંગણવાડીમાં કુલ ૨૬,૫૨૮ આધાર રજિસ્ટ્રેશન કરી ૧૦૬.૧૧% સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કોવિડ-૧૯ ની પરિસ્થિતિને ધ્યાને લેતા આંગણવાડીમાં નોંધાયેલ લાભાર્થીઓ પૈકી ૬૬૫૭ સગર્ભા,૬૧૦૩ ધાત્રી, ૬ માસથી ૩ વર્ષના ૩૨,૫૨૨ બાળકો, ૩ થી ૬ વર્ષના ૩૪,૫૭૩ બાળકો તેમજ ૨૦,૦૬૪ કિશોરીઓને (પૂરક પોષણ) નો લાભ તેમના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. આઇ.સી.ડી.એસ. કચેરીના તાબા હેઠળની આંગણવાડીઓમાં નોંધાયેલી અને શાળાએ ન જતી ૧૧ થી ૧૪ વર્ષની ૩૮૫ કિશોરી અને ૧૫ થી ૧૮ વર્ષની કુલ ૧૯,૬૭૬ કિશોરીઓને વિવિધ સેટકોમ પ્રોગ્રામ દ્વારા જીવન કૌશલ્ય,આરોગ્ય અને પોષણ અંગે સમજ આપી સફળ કામગીરી કરવામાં આવી છે.

Related posts

Leave a Comment