નવસારી જિલ્લામાં ગુજરાત સરકારના મહેસુલ વિભાગની પ્રથમવાર મહેસુલ મેળાની શરૂઆત….

હિન્દ ન્યુઝ, નવસારી

નવસારી જિલ્લામાં ગુજરાત સરકારના મહેસુલ વિભાગની પ્રથમવાર મહેસુલ મેળાની શરૂઆત કરવામાં આવી હતી. સૌપ્રથમ મેળાનું આયોજન નવસારી જિલ્લા ખાતે કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લા ખાતે પ્રથમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહેસુલી વિભાગ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કરતા પ્રથમ મહેસુલ મંત્રીએ પોતાના માન્ય અધિકાર નો પરિચય આપ્યો હતો ને તેમણે સ્ટેજ ઉપરથી નીચે આવીને અરજદારોને તેમના હક પત્ર આપ્યા હતા. તો બીજી તરફ હવે મંત્રીઓ કાર્યક્રમમાં વહેલા આવી લોકોની રાહ જોઈએ એવું નિવેદન તેમણે સ્ટેજ ઉપરથી આપ્યું હતું ત્યાર બાદ કાર્યક્રમમાં હાજર જિલ્લાના અરજદારોને મહેસુલ મંત્રીએ સાંભળવા ની શરૂઆત કરી હતી. જેમાં અરજદારોને પોતાની સામે બેસાડી તેમની ફરિયાદો સાંભળી હતી. જેમાં એક અરજદાર હાર ભાવુક થઈ જતા રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને શાંત પના પાઠવી હતી તેમની ફરિયાદનો નિકાલ કરવાની ખાતરી આપી હતી.

રિપોર્ટ : વિજય પટેલ, નવસારી

Related posts

Leave a Comment