ભાવનગર શહેરકક્ષા/ગ્રામ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર સંચાલિત ભાવનગર શહેર કક્ષા અને ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાનાર છે.

આ સ્પર્ધા તા.૧૨/૦૨/૨૦૨૨ના રોજ લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, ભજન, શિશુવિહાર સંસ્થા, શિશુવિહાર સર્કલ પાસે ભાવનગર ખાતે સવારે ૯ કલાકથી ક્રમશ: શરૂ કરવામાં આવશે તથા એકપાત્રીય અભિનય, વકતૃત્વ, લોકવાર્તા, લોકવાદ્ય, નિબંધ, દોહા છંદ ચોપાઈ, સર્જનાત્મક કારીગરીની સ્પર્ધાઓ યશવંતરાય નાટ્યગૃહ ભાવનગર ખાતે સવારે ૯ કલાકથી ક્રમશ: શરૂ કરવામાં આવશે.

શહેરકક્ષા/ગ્રામ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર સૌરાષ્ટ્ર ઝોનમાં ભાવનગર શહેર/ગ્રામ્યનું પ્રતિનિધિત્વ કરશે.

આ સ્પર્ધાની વયજુથમાં અ વિભાગમાં ૭ થી ૧૦ વર્ષ, બ- વિભાગમાં ૧૧ થી ૧૩ વર્ષ અને ખુલ્લા વિભાગમાં ૭ થી ૧૩ વર્ષની વયજુથ સુધીના જેટલાપણ સ્પર્ધકોએ કચેરી ખાતે અરજી ફોર્મ મોકલેલ છે તેઓએ જ આ સ્પર્ધાની તારીખ અને સ્થળ ધ્યાને લઈને ભાગ લેવા આવવાનું રહેશે.

બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં વકતૃત્વ સ્પર્ધા ઇવેન્ટના વિષયો તેમજ અન્ય માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતે સંપર્ક કરવો તથા રમત ગમત કચેરીના બ્લોગ એડ્રેસ dsosportsbvr.blogspot.com પરથી પણ માહીતી મેળવી શકાશે. તમામ શાળાઓને તેના ઇ-મેઈલ એડ્રેસ પર પણ જાણ કરેલ છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment