હોટલ- ગેસ્ટહાઉસ, પેટ્રોલ પમ્પ, બેંકીંગ સંસ્થાઓ વિગેરે જેવા સ્થળોએ સી.સી. ટી.વી. કેમેરા મુકવા બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લામાં નજીકના ભુતકાળમાં સગીરવયની બાળા પર દુષકર્મના પ્રયાસની ઘટના બનવા પામેલ તથા બહારના રાજ્યોમાંથી તથા દેશ બહારથી આંતકવાદ અને સમાજ વિરોધી તત્વો ખાસ કરીને ભીડભાડવાળા તથા લોકોની મોટી સંખ્યામાં અવર – જવરવાળા વિસ્તારોમાં સ્થાનિક વિસ્તારોથી માહિતગાર થઈને તેઓની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. જેથી માનવ જીંદગીની ખુંવારી ન થાય અને લોકોની માલ મિલ્કતને નુકશાન ન થાય તે માટે તકેદારીના પગલાં રૂપે તમામ બેંકીંગ સંસ્થાઓ, સોના – ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાત વેચનાર તથા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ, થિયેટર, શોપીંગ સેન્ટરો, કોમર્શીયલ સેન્ટરો, હોટલ/ગેસ્ટ હાઉસ/, લોજીંગ – બોડીંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, પેટ્રોલ પમ્પ, બહુમાળી બિલ્ડીંગો તેમજ જ્યા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે જતા હોય તેવા સ્કુલ/કોલેજો અને ટ્યુશન ક્લાસીસો મોટા ધાર્મિક સ્થળો વિગેરે જગ્યાઓ ઉપર પુરતા પ્રમાણમાં CCTV કેમેરા લગાવવા બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.
આ જાહેરનામામા જણાવ્યા મુજબ સી.સી.ટીવી કેમેરા કોઈપણ જગ્યાની અંદરના ભાગે, સંપૂર્ણ કવરેજ સતત થાય તે રીતે ગોઠવવા, દરેક જગ્યાની અંદરના/બહારના ભાગે, બેઝમેન્ટ/ભુતલ પાર્કિંગ એરીયા તથા પ્રવેશતા અને બહાર નિકળતા તમામ માણસો અને વાહનોની અવર-જવરને સ્પષ્ટ રીતે જોઈ શકાય તે રીતે, બિલ્ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ ૨-મેગા પિક્સલ (IP) કેમેરા, આઈ.પી. કેમેરા નાઈટ વિઝન સુવિધા સાથેના હોવા જોઈએ. મોઢું જોઈ શકાય તે રીતે અને વાહન પાર્કીંગમાં વાહનનો નંબર જોઈ શકાય તે રીતે આઈ. પી. કેમેરા નાઈટ વિઝન સાથેના ગોઠવવાના રહેશે.
આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment