હોટલ/લોજ/ગેસ્ટ હાઉસ/ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી રાખવા બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ

અસામાજિક / ત્રાસવાદી તત્વો શહેરોમાં તેમજ હોટલ, લોજ, બોડીંગમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે તેમજ માનવ જીદગીની ખુવારી થાય અને જાહેરમાં લોકોની સંપત્તિને નુકશાન પહોંચાડવાની કોશીષ કરે છે. જેથી બહારના રાજ્યોમાંથી અગર દેશ બહારથી આવતા આવા તત્વો હોટલ, લોજ, બોંડીગ, ગેસ્ટ હાઉસ વિગેરે જગ્યાઓ સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહીતગાર થઈને તેઓ ત્રાસવાદી/લુંટ/ચોરી જેવી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. જેથી હોટલ, લોજ, બોડીંગમાં આશરો આપતા માલિકો ઉપર થોડાક નિયત્રંણો મુકવા, દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યાે પ્રમાણે બોટાદ જિલ્લા વિસ્તારમાં હોટલ, લોજ, બોડીંગમાં કોઈપણ નાગરીક આવે ત્યારે તેના ડૉક્યુમેન્ટની વિગતો કોપી સહીતની લેવી, ડોક્યુમેન્ટ વગરના તેમજ અજાણ્યા નાગરીકોને હોટલ, લોજ, બોડીંગમાં પ્રવેશ આપવો નહી, તમામ નાગરીકના નામ, સરનામા, મોબાઈલ, ટેલિફોન સહિતના નક્કર પુરાવા મેળવવા, બોટાદ જિલ્લામાં કઈ જગ્યાએ કયા કામ માટે કોને કોને મળવાના છે, કેટલો સમય રોકાવાના છે તેની સંપૂર્ણ વિગત મેળવવી, કોઈપણ નાગરીકની હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ, બોડીંગમાં શંકાસ્પદ હીલચાલ જણાયેથી તાત્કાલિક પોલીસને જાણ કરવી, સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા રાખવી અને રેકોડીગના બેકઅપ ત્રણ માસ સુધી રાખવાના રહેશે, રોકાણ માટે આવતા મુસાફરો જે વાહનમાં આવે તે વાહનનો પ્રકાર, રજીસ્ટ્રેશન નંબર, રજીસ્ટરમાં નોંધવાનો રહેશે, જો પબ્લીક ટ્રાન્સપોર્ટમાં આવેલ હોય તો તે મુજબ રજીસ્ટ્રરમાં નોંધ કરવાની રહેશે, રોકાણ માટે આવતા તમામ નાગરિકોની અન્ય જરૂરી માહિતી તમામ માહિતી રજીસ્ટરમાં નોંધવાની રહેશે તેમજ માલિકો જ્યારે કોઈપણ કોઈપણ વ્યકિતને હોટલ/લોજ/બોડીંગમાં રહેવા માટે આશરો આપે ત્યારે માલીકે વ્યકિતઓનું ID પ્રુફ અને પુરૂ નામ સરનામું મેળવી એક નકલ પોતાની પાસે રાખી રજીસ્ટરમાં નોંધ કરવાની રહેશે તેમજ પોલીસને જરૂર પડે મદદરૂપ થઈ શકે તે હેતુથી અમલવારી કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment