બોટાદ જિલ્લામાં લેબર કોન્ટ્રાકટરની માહિતી રાખવા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ પ્રસિધ્ધ

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદમાં ઘરફોડ ચોરીના બનાવોને નિયંત્રણમાં રાખવાના હેતુથી તેમજ ઘરફોડ ચોરીના બનાવની તપાસમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે તથા ભુતકાળમાં ગુજરાતના અન્ય વિસ્તારોમાં આવા બહારથી આવી મજૂરી કામ કરી રહેતા ઈસમો આજુબાજુની સ્થાનિક પરિસ્થિતિનું સર્વે કરી માહિતગાર થઈ મિલ્ક્ત વિરૂધ્ધના ગુન્હાઓ તેમજ ગુન્હો આચરી જતા રહે અને લેબર કોન્ટ્રાકટરો દ્વારા આવા ઈસમોની કોઈ યોગ્ય પુરતી માહીતી મળતી નથી જેથી ગુનેગારોને શોધવામાં સરળતા રહે તે હેતુથી બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા મુજબ લેબર કોન્ટ્રાકટરો જ્યારે પણ પોતાના કામ અર્થે કોઈપણ લેબરને કામે રાખે ત્યારે લેબર કોન્ટ્રાકટર/મુકાદમ(સપ્લાયર)નું પુરૂ નામ, સરનામું, મોબાઈલ નંબર સહિત, મજુરનું નામ તથા ઉમરં, વર્ષ, મજુરનું હાલનુ તેમજ મૂળ વતનનુ સરનામુ, મોબાઈલ નંબર, હાલની મજુરીનું સ્થળ, કંપનીનું નામ, મજુરના વતનના સ્થાનિક પોલીસ સ્ટેશનનું નામ, જિલ્લો અને ટેલિફોન નંબર, મજુરના વતનના આગેવાનનું નામ, સરનામું અને સંપર્ક નંબર, મજુર અગાઉ કોઈ પોલીસ ગુન્હામાં પકડાયેલ હોય તો તેની વિગત, ક્યારથી મુકાદમે / કોન્ટ્રાકટરે મજુરી કામ માટે રાખેલ છે તેની વિગત, મજુરનું ઓળખ માટેનું આઈ.ડી.પ્રુફ ફોટા સાથે, બોટાદ જિલ્લામાં કઈ તારીખથી કામ કરે છે અને કઈ તારીખે જવાનો છે તેની વિગત, નજીકના સબંધી કોઈ હોય તો તેનું નામ સરનામું અને સંપર્ક નંબર, મજુરના ભાઈ/બહેન, કાકા /માસાના નામ/સરનામા અને મોબાઈલ નંબરની વિગત, હાલમાં જ્યાં રહે છે ત્યાં તેના ગામના કોણ છે તેની વિગત તેમજ મજુરનો તાજેતરનો ફોટા સહિતની તમામ વિગતો નિયમોનુસાર નજીકના પોલીસ સ્ટેશનને આપવાની રહેશે.

આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment