ભારત સરકારના વિધુત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કાકરાપાર ખાતે બેઠક યોજવા હાજર રહેશે

હિન્દ ન્યુઝ, તાપી

    ભારત સરકારના વિધુત મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્યોની આજરોજ કાકરાપાર ખાતે બેઠક યોજાશે. કેન્દ્ર સરકારના વિધુત મંત્રી મનોહરલાલ આજે તા.૨૯ એપ્રિલના રોજ ચીખલવાવ એન.પી.સી.આઈ.એલ ખાતે બેઠકમાં હાજર રહેવા આવનારા છે.

    કલેકટર ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ, ખોરાક અને ઔષધ નિયમનતંત્ર, ફાયર વિભાગ તેમજ વાહન વ્યવહાર, પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓને પ્રોટોકોલ અનુસાર કેટલીક જવાબદારીઓ સાથે કામગીરી સોંપવામાં આવી છે. આ માટે તમામ કામગીરીનું સંકલન કરવા વ્યારા પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડને લાઈઝનિંગ માટેનો હુકમ કરવામાં આવેલ છે. 

Related posts

Leave a Comment