ખેલ મહાકુંભ અંતર્ગત વ્યારાના આંગણે રાજ્ય કક્ષાની સ્પર્ધા આયોજિત કરવાનો અવસર પ્રાપ્ત થયો 

હિન્દ ન્યુઝ, તાપી 

    રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નો વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી તાપી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ રાજ્યકક્ષા ની વોલીબોલ ભાઈઓની સ્પર્ધા તા.૨૩/૦૪/૨૦૨૫ થી તા.૦૧/૦૫/૨૦૨૫ સુધી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે તથા ખોખો બહેનો ની સ્પર્ધા તા.૨૨/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૪/૨૦૨૫ સુધી આર્ટસ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે યોજાયેલ છે. આ સ્પર્ધાના ઓપનિંગ સેરેમનીમાં તાપી જિલ્લાના કલેક્ટર ડૉ. વિપિન ગર્ગ, તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી અમૃતાબેન ગામીત, સ્પર્ધાના નોડલ અધિકારી વિષ્ણુભાઈ વસાવા, 

તેમજ ઓફિસિયલ દેવાંગભાઈ પંડ્યા ઉપસ્થિત રહેલ હતા. કલેક્ટરએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ખેલાડીઓને સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક રમી વિજેતા બને અને સ્પોર્ટસ ક્ષેત્રે આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. નોડલ અધિકારીશ્રી દ્વારા ખેલાડીઓને સ્પર્ધાના નિયમો વિશે માહિતગાર કર્યા હતા. આ સ્પર્ધામાં અંદાજિત ૫૭૦ જેટલા ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના ખેલાડીઓ ભાગ લેનાર છે. 

Related posts

Leave a Comment