હોટલ/ ગેસ્ટ હાઉસ/ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી પથિક સોફટવેરમાં રાખવા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ નું જાહેરનામુ પ્રસિધ્ધ

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લો તેમજ બહારના જિલ્લા અને રાજ્યોમાંથી અગર દેશ બહારથી આવતા આવા લોકો હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં વિગેરે જગ્યાઓનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહીતગાર થઈને તેઓ ત્રાસવાદી/લુંટ/ચોરી/ધાડ જેવી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. જેથી હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં આશરો આપતા માલિકો/મેનેજરો ઉપર થોડાક નિયત્રંણો મુકવા, દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાના તમામ માલિકોએ તેમના હોટલ/ગેસ્ટ હાઉસ/ ધર્મશાળામાં કોઈપણ વ્યકિતને હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં રહેવા માટે રૂમ અથવા આશરો આપે ત્યારે માલીકે તેવા વ્યકિતઓનું ID પ્રુફ અને પુરૂ નામ સરનામું મેળવી તેમના રજીસ્ટ્રરમાં નોંધ કરવાની સાથે સાથે રીશેપ્શન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવું તેમા ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK પથિક સોફટવેર ઈન્સટોલ કરાવી રજીસ્ટ્રરમાં થતી એન્ટ્રી આ PATHIK સોફટવેરમાં પણ કરવાની રહેશે જેથી પોલીસને જરૂર પડે તપાસમાં મદદરૂપ થઈ શકે.

આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment