જસદણ જીલેશ્વર પાર્ક ફરતે લાખોના ખર્ચે નવો આરસીસી રોડના કામનું ખાત મુહરત

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણના કમળાપુર રોડ પર આવેલ જીલેશ્વર પાર્ક નો ફરતો રોડ કે જે અતિ બિસ્માર હાલતમાં હતો વર્ષોથી આ ડામર રોડ હોય છે પરંતુ વરસાદ અને પાણી ભરાવાના કારણે આ રોડ હંમેશા ખરાબ પરિસ્થિતિમાં હોય છે નગરપાલિકાના દ્વારા આ રોડ અંદાજે ૪૯ લાખના ખર્ચે આરસીસી થવા જઈ રહ્યો છે તેમજ જિલેશ્વર પાર્ક થી છગનભાઈ વાળા ના ઘર પાસે થઈ વિછીયા રોડ સુધી તેમજ મામલતદાર કચેરી સામે કિશોરભાઈ વાળા ના ઘર થી વિછીયા રોડ સુધી સી.સી.રોડ આ બંને રોજ અંદાજે ૪૦ લાખના ખર્ચે આમ મળી કુલ ૮૯ લાખ ના ખર્ચે આ રોડ નવીનીકરણ થવા જઈ રહ્યા છે ત્યારે આજે ૪ વાગે ખાતમુરત કરવામાં આવ્યું છે જેમના મુખ્ય મહેમાન ધારાસભ્ય કુવરજીભાઈ બાવળીયા ના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું. આ તકે નગરપાલિકાના તમામ સભ્યો, પાર્ટીના આગેવાનો, નગરપાલિકાના તમામ કર્મચારીઓ તેમજ સ્થાનિક તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment