નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ જોગવાડ ગામની મુલાકાત લઈ ગ્રામ વિકાસ અને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી

હિન્દ ન્યુઝ, નવસારી

    નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ આજે ચીખલી તાલુકાના જોગવાડ ગામની મુલાકાત લઈ ગ્રામ પંચાયત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થળ તપાસ કરી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી.

   મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગ્રામ પંચાયત કચેરી તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સેવાઓ, જનકલ્યાણલક્ષી યોજનાઓના અમલીકરણ અને નાગરિકોને પ્રદાન કરવામાં આવતી સુવિધાઓ અંગે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ, સેવાઓની ગુણવત્તા અને લાભાર્થીઓ સુધી યોજનાઓનો સમયસર લાભ પહોંચે તે અંગે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

   આ મુલાકાત દરમિયાન ઈન્ચાર્જ ચીખલી પ્રાંત અધિકારી રોશની પટેલ, ચીખલી મામલતદાર તેમજ સંબંધિત અધિકારીઓ તથા ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment