હિન્દ ન્યુઝ, ગાંધીનગર
‘Healthcare with Humanity’; આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં રાજ્યમાં હૃદય રોગની સારવારના વિસ્તરણ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
🔹 આ બેઠક અંતર્ગત રાજ્યમાં આગામી દિવસોમાં કાર્યરત થનાર યુ.એન. મહેતા કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટના પોરબંદર, ભાવનગર, સુરત, સોલા – અમદાવાદ ખાતેના સેટેલાઈટ સેન્ટર્સના બાંધકામની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરાઈ
🔹 યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટનો રેકોર્ડ; ગત વર્ષે 8,504 સફળ હૃદયના ઓપરેશન અને 3.94 લાખથી વધુ OPD ચકાસણી : આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
🔹 દરેક ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીને ગુણવત્તાસભર, સુલભ અને આધુનિક સારવારની સાથે માનવીય સંવેદનાનો સ્પર્શ મળે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ
