“ના કર સમિતિ” ના સભ્યો દ્વારા સુરત જીલ્લાના કામરેજ તાલુકા અંત્રોલી ગામ ખાતે મિટિંગનું આયોજન થઈ

હિન્દ ન્યુઝ, કઠોર

આજરોજ તા.06/01/2021 ના રોજ મિટિંગ કરવામાં આવી. જેમા અંત્રોલી ગામ ના સરપંચ વહીદાબીબી શેખ, ઉપસરપંચ જયેશભાઇ સોલંકી, કાંઠા સુગરના માજી ડિરેકટર બાલુભાઈ સોલંકી, માનસિંહ બારડ ખેડૂત આગેવાન, કઠોર ગામના ઉપ સરપંચ ઈરફાન ભાઇ બેલીમ, મોસાલી ગામના મકસુદ ભાઈ માંજરા, દૂધ મંડળી ના પ્રમુખ, કોઠવાના માજી સરપંચ મોહમ્મદ લાલભાઈ, લુહારા ગામના અય્યુબ ભાઈ, વરેઠી ગામના મોલાનાસાબ, શેખપુર ગામના ગિરીશ ભાઈ સુરતી, ઘલુડી ગામના હેમંતભાઈ પટેલ અને અંત્રોલી ગામના પંચાયતના સભ્યો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. “ના કર સમિતિ” ના પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રેક્ટર, એમ એસ એચ શેખ તથા દર્શનભાઈ નાયક દ્વારા એન.એચ.એ.આઈ.ના કાયદામાં સ્થાનિક નાગરિકો માટે પ્રવર્તનમાન જોગવાઈ બાબતે સ્થાનિક લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.

દર્શનભાઈ નાયક દ્વારા સ્થાનિકોને ટોલટેક્સ માંથી મુક્તિ અપાવવા માટે “ના કર સમિતિ” ના આંદોલનને સફળ કેમ કરી શકાય તે બાબતે રૂપરેખા આપવામાં આવી હતી. અંત્રોલી ગામ ખાતે હાજર સ્થાનિક નાગરિકો દ્વારા નવી પારડી ખાતે અન્ડર પાસ, ગાય પગલાં ખાતે અન્ડર પાસ તેમજ સર્વિસ રોડના અભાવે અત્યાર સુધી ગામના ઘણા લોકોને માર્ગ અકસ્માત માં મૃત્યુ થયા છે. એ બાબતે રજુઆત કરવામાં આવેલ હતી. નવી પારડી ખાતે નેશનલ હાઇવે પર અન્ડર પાસ નહીં હોવાથી શેરડી ની ટ્રકો અને રેતીની ટ્રકો ને નેશનલ હાઇવે પર 2 કિ.મી નો ચકરાવો લેવો પડે છે અને ટ્રાફિક પર યુ ટર્ન પર અકસ્માતો થઇ રહ્યા છે. તેથી સર્વિસ રોડ કે જે પીપોદરા સુધી આવેલ છે કે તેને કામરેજ સુધી લંબાવવામાં આવે અને અંત્રોલી ખાતે તાત્કાલિક અન્ડર પાસ બનાવવા માં આવે એવી માંગ સ્થાનિક આગેવાનોએ ચર્ચા કરી હતી. શિવ શક્તિ હોટેલ નહેર પાસે વારંવાર અકસ્માતો થઇ રહ્યાં છે એ બંધ કરી ત્યાં પણ અન્ડર પાસ બનાવવાની માંગ કરવામાં આવી છે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર

Related posts

Leave a Comment