સુઈગામ તાલુકાના નેસડા(ગોલપ) કોરોના મહામારી ની સાંકળ તોડવા ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન

હિન્દ ન્યૂઝ, સુઈગામ

     બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના સુઈગામ તાલુકાના નેસડા(ગોલપ) કોરોના મહામારી ની સાંકળ તોડવા ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મૂલ નેસડા ગામની વતની એવા ડાયાલાલ વાલચંદ કોરડીયા પરિવાર (હાલ રે. સુરત નિવાસી )દ્વારા નેસડા (ગોલપ) પ્રાથમિક શાળા માં આજે મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ફ્રી સેવામાં તાવ, શરદી, ખાંસી જેવી બિમારીઓની તપાસ, કોરોના ટેસ્ટ, BP, ઓક્સિજન વગેરેની ફ્રી સારવાર આપવામાં આવી હતી. પ્રાથમિક શાળાના આચાર્ય ઈશ્વર ભાઈ રાજપુત તરફથી જણાવવામાં આવ્યું હતું કે સરકાર ની ગાઇડલાઇન મુજબ અને સુઈગામ તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી કાજલ બેન આંબલીયા ના આદેશ મુજબ બે દિવસ પહેલા થી પ્રાથમિક શાળાની અંદર આઈશોલેસન રૂમ બનાવવામાં આવેલ છે માટે તપાસ દરમિયાન જો કોરોના પોઝિટિવ કેસ નિકલસે તો પ્રાથમિક શાળામાં આઈશોલેસન બેડમાં દાખલ કરવા માટે સમજાવવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કોરોનાનો કહેર વર્તાઈ રહયો છે. સરહદી વિસ્તારના લોકો સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં જગ્યા પણ મળતી નથી.

સમગ્ર સરહદી પંથકની વાત કરીએ તો વાયરલ ફીવરના રોગો વધારે જોવા મળી રહ્યા છે. તાવ, ખાંસી, માથુ તેમજ અન્ય રોગોથી કેટલાય લોકો પીડાઈ રહ્યા છે. પણ કોરોનાના ભયના કારણે ઘણા લોકો સરકારી હોસ્પિટલમાં દવા કરાવવા જતા નથી. ગામમાં ઘણા બધા લોકો બીમાર જોવા મળી રહ્યા છે. તો સમગ્ર સરહદી વિસ્તારના વાવ,સુઈગામ અને ભાભર પંથકની શુ દશા હશે?
જ્યારે આવી કપરી પરિસ્થિતિમાં આવા સેવાભાવી કોરડીયા પરિવાર સેવા કરવા આવ્યા છે ત્યારે “જન સેવા એજ પ્રભુ સેવા”ને સાચા અર્થમાં સાર્થક કરવા અમદાવાદ ના અનુભવી ડો. ચિરલ દિપુભાઈ ગાંધી(બેણપ ગામના વતની) અને તેમની સંપુર્ણ ટીમ સાથે આજે આ કેમ્પમાં ફ્રી સેવા આપવામાં આવી હતી.
વધુમાં ગોવિંદરામ ગામોટ એ ગ્રામજનો વતી મિડીયાના માધ્યમથી સરકાર ને જણાવવાનુ કે હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ગામમાં પ્રથમતો રસીના ડોઝ નથી તો તાત્કાલિક ધોરણે સરકાર રસીના ડોઝની વ્યવસ્થા કરવામાં આવે, કોરોના ટેસ્ટ પણ ચાલુ કરવામાં આવે એવી આરોગ્ય મંત્રી સુધી વાત પહોંચાડવા વિનંતી કરવામાં આવી હતી.

રિપોર્ટર : વેરસીભાઈ રાઠોડ, સુઈગામ

Related posts

Leave a Comment