ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાની બેકાબુ પરિસ્થિતિમાં રાજય સરકાર લોકોના જીવ બચાવવા યોગ્ય સુવિધા આપે

ગીર સોમનાથ 

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આહવાન મુજબ કોરોના મહામારીની બેકાબુ પરિસ્થિતિ ઉભી થઈ છે અને સરકાર માત્ર જાહેરાત કરે છેઅને કોરોનાના દર્દીઓ માટે પુરતી સુવિધા પુરી પાડતી ના હોય જે અનુસંધાને સરકારને જગાડવા માટે ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનસુખભાઈ ગોહેલની આગેવાનીમાં અને 91-સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં નાયબ કલેક્ટર વેરાવળની કચેરી સામે ધરણાં અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસના આગેવાનો હાજર રહેલ (૧) અભયભાઈ જોટવા, ગીરસોમનાથ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા (૨) ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી જયકરભાઈ ચોટાઈ (૩) ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ હારૂનભાઈ ચોરવાડા (૪)વેરાવળ શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ રાયઠઠ્ઠા (૫) નગરપાલિકાના સદસ્ય અફઝલભાઈ પંજા (અફઝલ સર) (૬) કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અશોકભાઈ ગદ્દા (૭) ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ અનુ.આદિજાતિના પ્રમુખ નાજાભાઈ ચોપડા (૮) વેરાવળ તાલુકા કોંગ્રેસના પ્રમુખશ્રી કરશનભાઈ બારડ (૯) તાલાલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રામસિંહભાઈ પરમાર (૧૦) તાલાલા તાલુકા કોંગ્રેસ અનુસુચિત જાતિ સેલના મહામંત્રી જગદીશભાઈ મકવાણા (૧૧) તાલુકા પંચાયત તાલાલાના સદસ્ય નાગજીભાઈ હીરપરાભાઈ (૧૨) જાદવભાઈ સોલંકી- પ્રમુખ- ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ લોકસુરક્ષા સેલ (૧૩) ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પ્રતાપભાઈ ડોડીયા (૧૪) વેરાવળ તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ રાકેશભાઈ ચુડાસમા (૧૫) વેરાવળ તાલુકા પંચાયતના સદસ્ય મનસુખભાઈ મકવાણા (૧૬) હાર્દીકભાઈ ચુડાસમા (૧૭) રાજેશભાઈ બારડ (૧૮) ભુપતભાઈ મારૂ સહિતના કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં નિચે મુજબ મુદ્દાઓનુ આવેદન પત્ર આપવામાં આવેલ.

(૧) ગીરસોમનાથ જિલ્લાની ૧૦ લાખની વસ્તીમાં જિલ્લા મથકની સિવિલ હોસ્પિટલમાં ઓકસિજન બેડની સંખ્યા માત્ર ૭૦ દર્દીઓ માટે જ રાખવામાં આવેલ છે અને માત્ર ૨૦ વેન્ટીલેટર બેડ હોય જે સુવિધા ખુબ જ અપુરતી હોય જે વસ્તીની સંખ્યા અને કોરોના કેશના રેસિયા મુજબ તાત્કાલિક ઓકસિજન અને વેન્ટીલેટર બેડની સંખ્યા વધારવી.
(૨) જીલ્લા મથકોએ RTPCR ટેસ્ટીંગ લેબોરેટરી તાત્કાલિક શરૂ કરવી અને આજની સ્થિતિએ RTPCR ટેસ્ટનો રીપોર્ટ પાંચ દિવસે તે બીજા જ દિવસે મળે તેવી વ્યવસ્થા કરવા અને એન્ટીજન ટેસ્ટ કીટ ખુબ ઓછી માત્રામાં ગીરસોમનાથ જિલ્લામાં આપવામાં આવતી હોય જેમાં વધારો કરી એન્ટીજન કીટ પુરતા પ્રમાણમાં ફાળવી ટેસ્ટીંગ કામગીરી ઝડપથી કરવી
(૩) રેમડેસિવિર ઈન્જેકશન અને બીજી જરૂરી દવાઓ પુરતા પ્રમાણમાં ફાળવવી
(૪) વેકસીન કાર્યક્રમ માટે બન્ને પ્રકારની રસીના ડોઝ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા
(૫) જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ હોય પુરતા પ્રમાણમાં મેડિકલ, પેરા મેડિકલ સ્ટાફની વ્યવસ્થા કરવી તેમજ ધનવંતરી રથની સેવા આ કોરોના મહામારીમાં બંધ કરેલ છે તે પુરતા પ્રમાણમાં જરૂરી દવા અને ટેસ્ટીંગ કીટ સાથે ચાલુ કરવા
ઉપરોક્ત જન આરોગ્યને લગતા પાંચેય મુદ્દાનો ત્વરિત યોગ્ય પગલા લઈ ઉકેલ કરી લોકોને પડતી મુશ્કેલીઓ દુર કરવા માનસર અરજ છે. 

રિપોર્ટર : મો.સઈદ મહિડા, વેરાવળ 

Related posts

Leave a Comment