રાજકોટ શહેર ગુજરાત મીની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોશિએશન સંગઠન દ્વારા રૂ.૫.૫૧,૦૦૦૦૦ નો ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૧.૪.૨૦૨૦ ના રોજ આજના સાંપ્રત સમયમાં સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી બીમારીની મહામારીથી પીડાઈ રહ્યુ છે. ત્યારે રાષ્ટ્ર પરમો ધર્મ ને અનુસરી ગુજરાત મીની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોશિએશન પણ આગળ આવી આ સંગઠન દ્વારા પ્રદેશ નેતા ભાજપ નીતિનભાઈ ભારદ્વાજ ની આગેવાની હેઠળ આજરોજ રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન ને રૂ.૫.૫૧,૦૦૦૦૦ નો ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ કરવામાં આવેલ છે.

આ તકે એસોશિએશનના પ્રમુખ અરવિંદભાઈ શાહ, મહામંત્રી સંજયભાઈ દવે, ઉપપ્રમુખ પ્રવીણભાઈ સખીયા તેમજ સંસ્થાના ખજાનચી કલ્પેશભાઈ બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment