હિન્દ ન્યૂઝ, નડિયાદ
કોરોના મહામારીને લઇને રાજ્યમાં અલગ અલગ પ્રકારે જરુરી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ ખેડા જીલ્લા અધ્યક્ષ અર્જુનસિંહ ચૌહાણે જીલ્લાના ૫(પાંચ) અલગ-અલગ આરોગ્ય લક્ષી સંસ્થાઓને પોર્ટેબલ કોન્સનટ્રેટર મશીન ડોનેટ કર્યા હતા ત્યારે હવે આ મશીન થકી તાત્કાલિક ધોરણે દર્દીઓને ઓક્સિજન આપવાની સુવિધા આપવામાં આવશે. મહત્વનું છે કે આ બાબતે આજ રોજ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ ૫ નંગ આ મશીન આર.એમ.ઓને સુપ્રત કર્યા હતા. આ સમયે જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડિ.એસ.ગઢવી, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઇ, સાસંદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા અધ્યક્ષ અર્જુનસિંહ ચૌહાણ સહીત જિલ્લાના મહામંત્રી વિપુલ પટેલ અને ઉપાધ્યક્ષ એવા ચંદ્રેશ પટેલ અને રાજન દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન સાસંદ દેવુસિંહ ચૌહાણે પ્રતિક્રિયા આપતા આ મશીનની ઉપયોગીતા અને સરળતા સમજાવી હતી.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ