કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ફળશ્રુતિ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     રાજ્યભરની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય અને સરકારી શાળાઓમાં બાળકોનું સ્થાયીકરણ થાય તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એવા શુભ આશયથી સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ત્રિ દિવસીય ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારે તાલાલા તાલુકાના હડમતિયા અને બામણાસા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડે તાલાલા તાલુકાના ચિત્રાવડ, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ડારી પ્રાથમિક શાળા અને કન્યાશાળા વેરાવળ, મત્સ્યોદ્યોગ નિયામક નરેન્દ્રકુમાર મીણાએ ભીડિયા, ગૃહ વિભાગ ઉપસચિવ શ્રદ્ધાબહેન પરમારે તાલાલા તાલુકાના પીપળવા, ઉમરેઠી ખાતે બાળકોને ઉત્સાહભર્યા માહોલમાં શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આમ જિલ્લામાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોને તેમના શૈક્ષણિક કારકિર્દીના પ્રથમ પગથિયે નામાંકન કરાવવામાં આવ્યું હતું.

આ ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ દરમિયાન તમામ સરકારી બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ધોરણ-૧માં ૩,૪૫૨, બાલવાટિકામાં ૩,૪૦૦ તેમજ ધોરણ-૯માં ૨,૧૦૦,આંગણવાડી/બાલમંદિરમાં ૧,૪૯૨ અને ધો. ૧૧માં ૮૫૪ મળી કુલ ૧૧,૨૬૮ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જેમાં ૫૪૪૪ કુમાર અને ૫૮૨૪ કન્યાઓનો સમાવેશ થાય છે.

આ અંગેની વિગત જોઈએ તો વેરાવળ તાલુકામાં ૧,૫૬૫, તાલાળામાં ૯૨૬, કોડિનારમાં ૧૯૦૯, સૂત્રાપાડામાં ૧,૫૩૭, ઉનામાં ૩,૫૨૮ અને ગીરગઢડામાં ૧,૮૦૩ એમ જિલ્લામાં કુલ ૧૧,૨૬૮ જેટલા વિદ્યાર્થીઓ રંગેચંગે મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.


Advt.

 

 

 

Related posts

Leave a Comment