હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા દર મહિને રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયાં હતાં.
તેમની સાથે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ અને પ્રાંત અધિકારી વિનોદ જોશી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ઓનલાઈન કાર્યક્રમમાં નાગરિકોએ પોતાની રજૂઆત કરી હતી. જેને સાંભળી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબંધિત વિભાગના અધિકારીઓને આ બાબતે તાત્કાલિક પગલા લેવાના દિશાનિર્દેશો આપ્યાં હતાં. લોકોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે અને લોકોની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ આવે તે પ્રકારની કાર્યપદ્ધતિને અનુસરવા માટે મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી જોડાયા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
Advt.