રાજ્ય સરકારના પેન્શનરો માટે ભાવનગર ખાતે પેન્શન અદાલતનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

        રાજ્ય સરકારના પેન્શનરો માટે નાણાં વિભાગ, ગાંધીનગર દ્વારા પાંચ ઝોન ખાતે તા.૦૪/૦૬/૨૦રરનાં રોજ બપોરનાં ૧૨:૦૦ કલાક થી સાંજનાં ૫:૦૦ કલાક સુધી પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત ભાવનગરમાં જુના કોર્ટ હોલ, સરદાર વલ્લભભાઇ પટેલ કેમ્પસ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ગૌરીશંકર લેક રોડ, ભાવનગર ખાતે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

પેન્શનરો જિલ્લા તિજોરી કચેરી હસ્તક પેન્શન મેળવતાં હોય તે જિલ્લા તિજોરી પેન્શન ચુકવણાં કચેરી, પેન્શનર સમાજ પાસેથી તથા https://financedepartment.gujarat.gov.in અને https://dat.gujarat.gov.in ની વેબસાઇટ પરથી અરજીનું નિયત નમુનાનું ફોર્મ મેળવી લઇ તેમાં જરૂરી વિગતો ભરીને તા.૦૫/૦૫/૨૦૨૨ સુધીમાં હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, બ્લોક નં.-૧૭, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને મોકલી આપવાની રહેશે. પેન્શનર https://bit.ly/pension-adalat ની લીંકમાં જઇ ગુગલ ફોર્મમાં પણ વિગતો ભરીને ફોર્મ જમા કરાવી શકાશે.

બ્યુરો રિપોર્ટ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment