ગીર સોમનાથ જિલ્લાને વર્ષ ૨૦૨૩-૨૪ માટે નવજાત શિશુની ઘરેલુ વિઝિટમાં રેફરલ રેટમાં શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

 રાજ્ય કક્ષાએ “Stop Diarrhoea Campaign” ના લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરના માર્ગદર્શનમાં તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા આરસીએચ અધિકારી ડૉ. અરૂણ રોયના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાને વર્ષ ૨૦૨૩-૨૪ માટે નવજાત શિશુની ઘરેલુ વિઝિટમાં રેફરલ રેટમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્ય સરકાર તરફથી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રામમંદિર સભાગૃહ સોમનાથ ખાતે પોતાની જાતે કાળજી લેતી નવમાતાઓ અને પાંચ વર્ષથી નીચેના બાળકો માટે જિલ્લા આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા ઝાડા નિયંત્રણ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા 7 મુદ્દાનો પ્લાન અંતર્ગત નુક્કડ નાટક ભજવવામાં આવ્યું હતું. આ નુક્કડ નાટકમાં શેરી નાટકના આનંદ સાથે સ્વચ્છતા અને આરોગ્ય અંગેની જાગૃતિ કેળવવામાં આવી હતી.


Advt.

 

Related posts

Leave a Comment