ચાલુ વરસાદે મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈ સહિતના અધિકારીઓ ફિલ્ડમાં

હિન્દ ન્યુઝ, રાજકોટ  

     આજે તા.૨૯/૦૬/૨૦૨૪ના રોજ બપોર પછી વરસાદ શરૂ થયો હતો. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દેવાંગ દેસાઈ ખુદ ચાલુ વરસાદ દરમિયાન શહેરમાં વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે થઇ રહેલી કામગીરીનું સતત મોનિટરિંગ કરી આવશ્યકતા અનુસાર સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ ઉપરાંત નાયબ કમિશનરઓ સ્વપ્નિલ ખરે અને ચેતન નંદાણી તેમજ જે તે ઝોનના સિટી એન્જિનિયરઓ પણ સતત ફિલ્ડમાં રહ્યા હતા અને પરિસ્થિતિ પર નજર રાખી હતી.

        મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ આજે ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ઉમિયા ચોક સહિતના વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત તેમને નાનામવા ચોક ખાતે સ્થિત ICCC (ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતે બેસી CCTV કેમેરાના માધ્યમથી શહેરના વિવિધ વિસ્તારોની પરિસ્થિતિ ઉપર પણ ચાંપતી નજર રાખી હતી. શહેરમાં રેડ અને યલ્લો ઝોન હેઠળના વિસ્તારોમાં જો વરસાદી પાણી ભરાયાનું જાણમાં આવે તો નાગરિકોની ફરિયાદ આવે તેની વાટ જોયા વગર તુર્ત જ પાણીના નિકાલ માટેની કામગીરી આગળ ધપાવવા કમિશનરશ્રીએ સંબંધિત તમામ એન્જિનિયરઓને ખાસ સૂચના આપી હતી.

        આ ઉપરાંત ચાલુ વરસાદ દરમિયાન તેમજ વરસાદ બંધ થાય ત્યારબાદ પણ વરસાદી પાણીના નિકાલ માટે હાથ ધરવાની થતી કામગીરી ઝડપભેર થાય તે સુનિશ્ચિત કરવા મ્યુનિ. કમિશનરએ આપેલા આદેશ મુજબ જ ચાલુ વરસાદ દરમ્યાન તેમજ વરસાદ બંધ થયા બાદ પણ શહેરનાં જુદાજુદા વિસ્તારોમાં સ્ટોર્મ વોટરના નિકાલ માટેની જાળીઓમાં પાણીનો પ્રવાહ અવરોધાય નહીં તે મુજબ કામગીરી કરવામાં આવી હતી.

        આજે ચાલુ વરસાદ દરમ્યાન નાયબ કમિશનરઓ સ્વપ્નિલ ખરે અને ચેતન નંદાણી, સિટી એન્જિનિયરઓ વગેરે અધિકારીઓએ વિવિધ વિસ્તારોમાં જઈને વરસાદી પાણીના નિકાલની કામગીરીનું મોનિટરિંગ કર્યું હતું.

        વિશેષમાં મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ આજે નાનામવા ચોક ખાતે સ્થિત ICCC (ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતેની મુલાકાત દરમિયાન CCTV કેમેરાના માધ્યમથી શહેરના જુદાજુદા એરિયામાં વરસાદ દરમિયાન અને વરસાદ બંધ થયા પછીની પરિસ્થિતિ કેવી છે અને જે તે સ્થળે કેવી કામગીરી કરવાની આવશ્યકતા છે તેનું સતત નિરીક્ષણ કરતા રહેવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ આ કંટ્રોલ ખાતેથી ઉપલબ્ધ થતી આ પ્રકારની માહિતી સત્વરે જે તે વોર્ડના ડેપ્યુટી એન્જિનિયરશ્રીને પહોંચાડી જે તે સ્થળ ખાતે હાથ ધરવાની થતી કામગીરી વિના વિલંબે થાય તે સુનિશ્ચિત કરવા તથા શહેરના રેડ અને યલ્લો ઝોન હેઠળના વિસ્તારોની પરિસ્થિતિ પર ખાસ નજર રાખવા ડેપ્યુટી એન્જિનિયરને કમિશનરએ ખાસ સૂચના આપી હતી.


Advt.

 

Related posts

Leave a Comment