કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

    પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા કક્ષાની મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર તાલુકા કક્ષાએ 6 શ્રેષ્ઠ ગ્રામ સરપંચશ્રીની પસંદગી કરવામાં આવે છે. જે અનુસાર જામજોધપુર તાલુકામાંથી સીદસર, કાલાવડ તાલુકામાંથી મોટી નાગાજર, જામનગર તાલુકામાંથી ફલ્લા, ધ્રોલ તાલુકામાંથી કાતડા, લાલપુર તાલુકામાંથી નવીપીપર અને જોડીયા તાલુકામાંથી જશાપર ગ્રામ સરપંચની પસંદગી કરવામાં આવી છે.

જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિ દ્વારા 1 શ્રેષ્ઠ ગ્રામ સરપંચની પસંદગી કરવામાં આવે છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ પસંદગી પામનાર શ્રેષ્ઠ સરપંચશ્રીને રૂ.25,000 નો પુરસ્કાર આપવામાં આવશે. જિલ્લા કક્ષાએ પસંદગી પામનાર શ્રેષ્ઠ સરપંચશ્રીને રૂ.એક લાખનો પુરસ્કાર આપવામાં આવશે. તેમજ રાજ્ય કક્ષાએ પસંદગી પામનાર શ્રેષ્ઠ સરપંચને રૂ.5 લાખનો પુરસ્કાર મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવશે. આ વર્ષે જામનગર જિલ્લામાંથી સીદસર ગ્રામ સરપંચની પસંદગી કરવામાં આવી છે.

શ્રેષ્ઠ સરપંચ તરીકે પસંદગી કરવા માટે ગામની નિયમિત સફાઈ, પંચાયત હેઠળ ગ્રામ સભાની કામગીરી, નાણાપંચ અન્વયે થયેલા કામો, કામની ગુણવત્તા, ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ વેરાની વસુલાત, તેમજ સરપંચ દ્વારા કરાયેલ વિશિષ્ટ કામગીરી- આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. જેની તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ખાસ સમીક્ષા કરવામાં આવે છે.

ઉક્ત બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નૂપુર પ્રસાદ, જિલ્લા શિક્ષણ અધિકારી વિડજા તેમજ સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.


Advt.

 

 

 

 

 

 

Related posts

Leave a Comment