બનાસકાંઠા જીલ્લામાં લાખણી તાલુકાનાં વાસણા જવાના રસ્તાઓ બિસ્માર હાલતમાં …..

દિયોદર,

બનાસકાંઠાના જીલ્લામાં ભારે વરસાદથી ખાડા ખાબચા જોવા મળી રહ્યા છે. ગ્રામ વિસ્તારના તેમજ ગ્રામ્ય પંથકમાં રોડ રસ્તાઓ ભારે નુકશાન થવાં પામ્યું છે. જેમાં દિયોદર તાલુકાના સોની નવાપુરા જાલોઢા થી લાખણી તાલુકાનાં વાસણા જવાનો રસ્તો ની અતિશય ભારી ગંભીર હાલત જોવા મળે છે. જેની રીપેરીંગ કરવાની માંગ બનાસકાંઠામાં વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ તૂટી ગયા છે. ગ્રામ પંથકના જોડતા રસ્તાઓ અતિશય તુટી જવા પામ્યા છે. દિયોદર તાલુકાના સોની નવાપુરા જાલોઢા થી લાખણી તાલુકાનાં વાસણા જવાનો રસ્તો પણ ગંભીર સ્થિતિમાં જોવા મળે છે. જે રોડ ખાડા ખાબચા બની ગયા છે.

જેથી નાનાં વાહનો ચાલકો મુશ્કેલીઓ ભોગવી રહયા છે, ત્યારે ભારે વાહનો પણ મહા મુશ્કેલીઓ માંથી પસાર થઇ રહ્યા છે, ત્યારે જીલ્લા પંચાયત દ્વારા તાત્કાલિક રીપેરીંગ કરાય તેવી માંગ કરવા માં આવેલ છે.

રિપોર્ટર : ગંગારામ ચૌહાણ, દિયોદર

Related posts

Leave a Comment